વિરારમાં ટ્રકમાંથી ૧૧.૪૩ લાખની કિંમતના ગુટકા જપ્ત
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના પાલઘર જિલ્લાસ્થિત વિરારમાંથી પોલીસે ૧૧.૪૩ લાખ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત ગુટકા જપ્ત કર્યા હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
પોલીસે મળેલી માહિતીના આધારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુજરાતથી આવી રહેલી ટ્રકને આંતરી હતી તથા વાહનમાં મૂકેલા કપડાના બૉક્સની નીચે છુપાવેલ પ્રતિબંધિત ગુટકા ધરાવતી બાવીસ ગૂણીઓ જપ્ત કરી હતી. ગુડ્સ ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવતાં અધિકારીએ કહ્યું હતું કે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૦૧૨થી ગુટકા તેમ જ સુગંધિત અને ફ્લેવર્ડ તમાકુના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તથા ૨૦૧૮માં રાજ્ય સરકારે ગુટકાના વેચાણને બિનજામીનપાત્ર ગુનો ગણાવી એ બદલ છ મહિનાથી માંડીને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ કરી હતી.