Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માલિકણના ઘરે કરી ચોરી

બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માલિકણના ઘરે કરી ચોરી

23 November, 2012 05:13 AM IST |

બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માલિકણના ઘરે કરી ચોરી

બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માલિકણના ઘરે કરી ચોરી


આ યુવતી બુધવારે ચોરી કરેલી સોનાની ચેઇન દુકાનમાં વેચવા જઈ રહી હતી એ વખતે છટકું ગોઠવીને પોલીસે તેની રંગેહાથ ધરપકડ કરી હતી. આ સંદર્ભે ઓશિવરા પોલીસે ગુરપ્રીત કૌર નામની યુવતીની ધરપકડ કરી હતી. આરોપી ગુરપ્રીતને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરતાં પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

ઓશિવરા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય પાટીલે કહ્યું હતું કે ‘અંધેરી (વેસ્ટ)માં રહેતી વૈશાલી પાટીલનું તેના જ વિસ્તારમાં બ્યુટીપાર્લર છે. વૈશાલીના બ્યુટીપાર્લરમાં ગુરપ્રીત ઘણા સમયથી કામ કરતી હતી. જોકે ગુરપ્રીતનું અફેર રાહુલ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે ચાલી રહ્યું હતું અને હાલમાં તેની સાથે તેનાં લગ્ન પણ નક્કી થયાં હતાં. ગુરપ્રીતે કરજ લઈને તેનાં લગ્નની તૈયારી કરી રાખી હતી. ૧૮ નવેમ્બરે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના દાદરના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર રાખ્યા હોવાથી વૈશાલી તેના પતિ સાથે શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક ગઈ હતી. એ વખતે ગુરપ્રીત લગ્નના ખર્ચ માટે પૈસા માગવા માટે વૈશાલીના ઘરે આવી હતી. એ વખતે વૈશાલીના ઘરે ફક્ત તેનાં બે બાળકો જ હતાં અને તેઓ ઘરની બહાર તેમના મિત્રો સાથે રમી રહ્યાં હતાં. બાળકો ગુરપ્રીતને ઓળખતા હતા એટલે બાળકોએ તેને ઘરની અંદર બેસવા કહ્યું હતું. પછી ઘરમાં પ્રવેશીને તેણે ત્રણ તોલા સોનાની ચોરી લીધી હતી અને ત્યાંથી નાસી ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 05:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK