૧૫ ફૂટ ૬ ઇંચ લંબાઈ અને ૧૭૯ કિલો વજન ધરાવતો આ અજગર છેક શહેરની મધ્યમાં આવેલા રઘુનાથપરામાં બકરી ખાઈ રહ્યો હતો ત્યારે એ વિસ્તારના લોકોનું ધ્યાન જતાં તાત્કાલિક ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ચાર કલાક સુધી અજગરને પકડવાની કોશિશ કરી હતી, પણ અજગર પકડાયો નહીં એટલે છેવટે નાછૂટકે એને બેભાન કરવો પડ્યો હતો. એ પછી તો જાણે કે બેભાન અજગર સાથે ફોટો પડાવવાનું રીતસરનું સેશન શરૂ થયું હોય એમ બધાએ એની સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. આ ફોટોસેશન સવા કલાક સુધી ચાલ્યું હતું. મજાની વાત એ છે કે આ ફોટોસેશન ચાલતું હતું ત્યારે જ અજગર ભાનમાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.
તસવીર : જિતેશ ચૌહાણ
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 ISTગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીની સિક્સર
24th February, 2021 10:31 ISTભણેલાઓએ કૉન્ગ્રેસને પાઠ ભણાવ્યો
24th February, 2021 07:27 ISTકોરોનાને કારણે મહારાષ્ટ્રના CMએ બોલાવી ઇમરજન્સી મીટિંગ, જાણો વિગતો
23rd February, 2021 15:35 IST