ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સતત વ્યસ્ત રહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગઈ કાલે મોડી સાંજે વડોદરામાં સભા સંબોધી રહ્યા હતા એ દરમ્યાન તેમને ચક્કર આવતાં તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આજે સમાચાર મળ્યા છે કે મુખ્યમંત્રી Covid-19 પૉઝિટીવ છે.
ગઇકાલે સાંજે જ્ચારે તેઓ બોલી રહ્યા હતા તેમના બોલવામાં લોચા વળ્યાં અને અચાનક જ તેઓ ફસડાઈ પડતાં તેમના સિક્યૉરિટી ગાર્ડ્સે દોડી આવીને તેમને પકડી લીધા હતા. આ ઘટનાના પગલે તેમને તાત્કાલિક અમદાવાદ લઈ જવાયા હતા. જોકે પછીથી તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી. વિજય રૂપાણીની તબિયત લથડતાં કાર્યકરો અને આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તે કોરોના પૉઝિટીવ હોવાના સમાચારને પગલે હવે લોકો સખત તાણમાં છે. મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણીયા પણ પોઝિટિવ, ભાજપમાં તમામ ગભરાયા છે.
Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
3rd March, 2021 16:05 ISTગુજરાતમાં એઆઇએમઆઇએમે નગરપાલિકાની ચૂંટણીમાં ૧૭ બેઠક જીતી
3rd March, 2021 10:33 ISTશહેર બાદ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી
3rd March, 2021 10:30 ISTગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો: બીજેપીની સુનામી, કૉન્ગ્રેસ ધ્વસ્ત
3rd March, 2021 10:27 IST