કથા સપ્તાહ : દેવના દીધેલ (શંકા-કુશંકા 5)

Published: 8th October, 2011 15:11 IST

‘બા તો આભમાં ઊડતાં હશે, આજે તેમનો લાડકવાયો જો આવવાનો!’ અંશના આગમનના સમાચાર સાંભળી સ્મૃતિ ટહુકી. સામે દેવયાનીબહેનનો હરખ ન ઊછYયો, ને કજરી તો મંદિરમાં બાનું મન ખૂલ્યા પછી કામ સાથે જ કામ રાખતી હોય એમ મૂંગી રહેતી.

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4

 

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘બા તો આભમાં ઊડતાં હશે, આજે તેમનો લાડકવાયો જો આવવાનો!’

અંશના આગમનના સમાચાર સાંભળી સ્મૃતિ ટહુકી. સામે દેવયાનીબહેનનો હરખ ન ઊછYયો, ને કજરી તો મંદિરમાં બાનું મન ખૂલ્યા પછી કામ સાથે જ કામ રાખતી હોય એમ મૂંગી રહેતી.

બીજા સંજોગોમાં દેવયાનીબહેને આખા અપાર્ટમેન્ટ ગજવી મૂક્યો હોત, શાકભાજી-ફ્રૂટસથી ફ્રિજ છલકાવી દીધું હોત, અંશ માટે ક્યારે-શું બનાવવાનું એની યાદી સ્મૃતિને થમાવી દીધી હોત. આવાં ઘેલાં તો તમે દીકરો અમેરિકાથી આવતો ત્યારેય નહોતાં થતાં. એવું કોઈ કહેત તો મલકતા મુખે જવાબ આપત કે એ તો મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલુ જ હોય, મારા ભાઈ!

આજે એ જ વ્યાજ કંટકનું દુ:ખ દઈ રહ્યું હતું એ પીડા કોને બતાવવી? અંશ વિશે પૂછ-પૂછ કરતી સ્મૃતિને ટાઢી પાડવી હોય એમ દેવયાનીબહેન જુદું જ બોલ્યાં, ‘તમારા બન્નેનો પાસર્પોટ સાઇઝનો ફોટો મને જોઈશે.’

થાણામાં આપવા કાજે બાને અમારા ફોટા-વિગતો જોઈએ છે એ જાણીને સ્મૃતિ-કજરી સહેજ ડઘાયાં. પોતે એકાએક આ મુદ્દો કેમ ઉખેYયો એ તો દેવયાનીબહેનનેય સમજાયું નહીં, પણ ક્યારેક તો આ કરવાનું જ હતુંને!

‘બા થોડાં બદલાયેલાં નથી લાગતાં?’

રસોડામાં આયા-રસોઇયણ વચ્ચે કાનાફૂસી શરૂ થઈ.

‘મોટા માણસની મોટી વાતો, બહેન!’ સવારની ચાનાં વાસણ માંજતી કજરીએ મોં મચકોડ્યું, ‘મારો વર બિચારો વિનાવાંકે જેલમાં સબડે છે, કોરટમાં તારીખ સિવાય કશું મળતું નથી ને બાને તો એમ કે આવા સંજોગોમાં કજરીને કાઢી મૂકું તો ક્યાંક એ જ મને છૂરી હુલાવી ન દે!’

અદના આદમીનેય આત્મસન્માન તો હોય છે જ. કજરી પર શું વીતી હશે એનો ઇશારો તેની પાંપણે બંધાયેલાં આંસુના તોરણે આપી દીધો. નજીક જઈ, ખભે હાથ મૂકી સ્મૃતિએ દિલાસો પાઠવ્યો,

‘હોય, કજરી મુંબઈમાં બને છે જ એવું કે ડાહ્યો માણસ પણ ગાંડો થઈ જાય! આપણા મનમાં ચોર ન હોય તો આપણે શું કામ ફોટા દેવાથી ડરવું જોઈએ? બા પોતાની સલામતીનું વિચારે તો ખરાંને.’

સ્મૃતિની સમતા દૃષ્ટિ કજરીને ફાવી નહીં,

‘કેમ, આપણે તેમને ખાઈ જવાનાં છીએ! મારી તો મજબૂરી છે. રઘુની જેલ છૂટે નહીં ત્યાં સુધી મને બીજે કામ ક્યાં મળવાનું એટલે મન મારીનેય આવતી રહું છું! બાકી મારે માથે હાથ મૂકી બા આfવાસનના બે શબ્દો કહેતાં હોય તો મને કેટલું સારું લાગત!’

એમ તો બા મને રસોઈ ચખાડ્યા વિના જવા નથી દેતાં એનું કારણ હવે પકડાય છે... ક્યાંક હું ઝેર નથી ભેળવતી એનો ડર હોવો જોઈએ. બિચારાં!

‘આપોને, ભલે અમારા ફોટા આપો, પણ ખૂન દર વખતે ઘરનોકર કરે એવું ક્યાં બને છે? વચમાં પેલાં ગુજરાતી બહેનને તેમના પૌત્રે જ ઠાર માયાર઼્ને! બાનો પૌત્ર પણ એવો નહીં નીકળે એની ખાતરી ખરી?’

તોરમાં બોલાયેલું છેલ્લું વાક્ય દેવયાનીબહેનના કાને પડતાં હચમચી જવાયું.

મારો સૌમ્ય તમારા અંશ જેવો જ સોહામણો છે... જેના હાથે મરવાનું હતું તે પૌત્રની માયાબહેને અંશ સાથે કરેલી સરખામણીમાં હવે કજરીના શબ્દો ભYયા: બાનો પૌત્ર પણ એવો નહીં નીકળે એની ખાતરી ખરી!

હે ભગવાન!

€ € €

‘પ્રણામ, દાદીમા.’

વહેલી પરોઢિયે પધારેલા પૌત્રને આવકારતાં દેવયાનીબહેન ખરેખર તો તેનું ભીતર પામવા મથતાં હતાં : જરાક જો મારા અંજામનો અણસાર આવી જાય...

અંશનાં વાણી-વર્તનમાં કશું પકડાયું નહીં. થોડો દૂબળો લાગ્યો, થનગનાટની સહેજસાજ ઊણપ વર્તાઈ, પણ એ તો ટ્રાવેલિંગની થકાન હોઈ શકે...

‘દાદી, હું સૂઈ જાઉં?’

અંશ તેના રૂમમાં પહોંચ્યો ત્યારે દેવયાનીબહેનને રાહત વર્તાઈ.

* * *

આકૃતિએ કજરી-સ્મૃતિ માટે પણ સાડી-સ્વેટર-બદામ-શેમ્પુની ગિફ્ટ મોકલી હતી.

‘અમને કંઈ આટલું બધું હોય!’ સ્મૃતિ.

‘મેમસા’બ દિલની બહુ ઉદાર!’ કજરી.

દીવાનખંડમાં લગેજ ખોલીને બેઠેલો અંશ હસ્યો.

‘બા, હવે અંશભાઈ માટે પણ આકૃતિભાભી જેવી જ દુલ્હન શોધજો.’

સ્મૃતિના વાક્યે અંશનું સ્મિત શોષાયું. પોતાની વાગ્દત્તાને ટીના નપુંસકપણાનો કિસ્સો કહી ભડકાવતી હોવાના કાલ્પનિક દૃશ્યે તેનાં જડબાં તંગ થયાં.

અને પૌત્રનો ભાવપલટો દાદીનું હૈયું થડકાવી ગયો!

* * *

‘અંશ, અમેરિકાનાં હવાપાણીને કારણે સત્તર-અઢારની ઉંમરે તું ૨૨-૨૩નો લાગે છે એટલે બધા મને તારાં લગ્ન્ા વિશે પૂછતા હોય છે. મંદિરમાં પણ તેં જોયું હશે.’

સાંજે હવેલીથી ટૅક્સીમાં પરત થતાં દેવયાનીબહેને જખમ થવાનું જોખમ લઈ લગ્ન્ાની વાત છેડી. ક્રિસ્ટીના વિશે સીધેસીધું કહેવા-પૂછવામાં શું વાંધો?

‘બેટા, પહેલાં મને પેલી ધોળી છોકરીનો વાંધો હતો.’

‘દાદી, ટીનાનું નામ ન લેશો. શી ઇન્સલ્ટેડ મી. એ બધું ભૂલવા તો હું અહીં આવ્યો છું.’ અંશ સહેજ ખીજમાં બોલી ઊઠuો, ‘તમારા સંસ્કાર નડ્યા ન હોત તો મારા જીવનમાં ઉત્પાત ન સર્જાત.’

હેં! ધારણા બહારનું સાંભળી દેવયાનીબહેન ખળભળી ગયાં.

મેં નાહક દાદીને અપસેટ કયાર઼્. મમ્મી સાચું કહેતી હતી, જે બન્યું એમાં તેમનો કે દાદીનો શું વાંક! મારે સમજવું જોઈએ અને સ્કૂલની ઘટનામાંથી બહાર નીકળવું જોઈએ. આથમતી સંધ્યાનું મધુર વાતાવરણ પ્રેરતું હોય એમ અંશે નર્ધિાર કર્યો. સાથે જ દાદીની માફી માગવાનું સૂઝ્યું, ‘આઇ ઍમ સૉરી દાદી, ટીનાનો ગુસ્સો તમારા પર ઠાલવી બેઠો.’

અંશની માફી દેવયાનીબહેનના શંકિત હૃદયને સ્પર્શી નહીં : ઊલટુ ટીના સાથેના કોઈક બનાવને કારણે પોતે વાંકમાં હોવાનું ઠસી ગયું.
ક્યાંક એ જ તો મારી હત્યાનું મોટિવ નહીં બનેને!

* * *

વાલકેfવરનો વિfવનાથ-મર્ડરકેસ ઉકેલાયો! ક્લબમિત્રે કરી હતી વૃદ્ધની હત્યા...

છાપાના હેવાલમાં દેવયાનીબહેનને રસ ન પડ્યો. અંશના આગમનના અઠવાડિયા પછી, ગઈ કાલે કજરી બહુ હોંશભેર મીઠાઈનું પૅકેટ લઈને આવી હતી : મારો રઘુ નર્દિોષ છૂટuો! ત્યારની જાણ થઈ ગયેલી કે ગુનેગારને ગાફેલ બનાવવાની પોલીસની એ રમત હતી... રઘુને ગિરફતાર કરી પોલીસે જાણી કરીને અસલી કાતિલને મુસ્તાક બનવા દીધો. સુધાકર નામના તે ક્લબમિત્રે રઘુની નીયત પર શક વધારતા આરોપ મૂક્યા એથી તો ઊલટો તેના પર વહેમ વધ્યો ને કૉલ્સ ટ્રેસ કરતાં વિfવનાથના ખૂનનો ભાંડો ફૂટuો. બિઝનેસમાં મોટો માર પડતાં સુધાકરને રૂપિયાની જરૂર હતી. વિfવનાથના એકલવાયા સંજોગોથી માહિતગાર સુધાકરે તેમની હત્યા કરી પોતાની સ્થિતિ સુધારવા ચાહી, પણ પાપનો ઘડો ફૂટuા વિના રહે ખરો! આ બધી તપાસ-કાર્યવાહીમાં સમય ખાસ્સો ગયો, પણ કજરી-રઘુએ તો સૌ સારું જેનું છેવટ સારુંના સારમાં જ આનંદ માન્યો!

‘મારો રઘુ છૂટuો, ને હું હવે તમારી નોકરીમાંથી છૂટી,’  છેવટે કજરીએ સંભળાવ્યું હતું, ‘માલિક-નોકરનો સંબંધ વિfવાસનો હોય. બા, તમે એને અવિfવાસથી તોલ્યો.’ અંશની ગેરહાજરીમાં જતાં-જતાં તે મહેણું મારવાનું નહોતી ચૂકી, ‘અને કોને ખબર, આજ સુધી ઘરનોકર માલિકની હત્યા કરતા આવ્યા છે, ક્યારેક વહેમીલો માલિક નોકરનેય પતાવી દે એવુંય બનેને!’

સાંભળીને સમસમી ગયેલાં દેવયાનીબહેન અત્યારે કમકમી ઊઠuાં છાપાની બીજી હેડલાઇન વાંચીને: ‘માયાબહેન હત્યાકેસમાં નવો ફણગો: પુત્રને માનસિક બીમાર ઠેરવી લાંબી સજામાંથી ઉગારવાનો પિતાનો પ્રયાસ! મૃતકનો નાનો દીકરો ભાઈને નહીં ફાવવા દે? માયાબહેનના પતિનું વેદનાસભર મૌન!’ પેટના જણ્યા ખાતર માણસ જણનારીનું •ણ સુધ્ધાં વીસરી જતો હશે? ધારો કે અંશ મને મારે તો અમર શું કરે?

* * *

‘જય શ્રીકૃષ્ણ, મમ્મી!’

કમ્પ્યુટરસ્ક્રીન પર દીકરા-વહુને લાઇવ નિહાળી દેવયાનીબહેન ગદ્ગદ બન્યાં. આમ તો વેબકૅમ વસાવવા અમર-આકૃતિએ ઘણી વાર ઇન્સિસ્ટ કરેલું, પણ મને નેટ-ફેટ વાપરવાનું નહીં ફાવે કહી દેવયાનીબહેન ટાળી જતાં. આજે અંશે આખી સિસ્ટમ નવી ખરીદી બેસાડી દીધી.

વીસેક મિનિટના ચૅટિંગ પછીના કલાકે આકૃતિએ અંશનો મોબાઇલ રણકાવ્યો, ‘આઇ ઍમ વરીડ અબાઉટ મમ્મી. મને તે થોડાં બેધ્યાન, થોડાં ચિંતાગ્રસ્ત અને શરીરે સહેજ ગળાયેલાં લાગ્યાં... ઇઝ એવરીથિંગ ઓકે?’

‘વેલ... આમ તો બધું બરાબર છે. કજરીની જગ્યાએ સેવન્થ ફ્લોરની મરિયમ સવાર-સાંજ કલાકેક આવી કામ પતાવી જાય છે એટલે એનું ટેન્શન પણ નથી. છતાં હા, તે ક્યારેક ખોવાયેલાં લાગે, કદી હળવો સાદ પાડતાંય ભડકી જાય એવું બને છે.’

‘ધૅટ્સ ઇટ. મેં બરાબર પારખ્યું. મમ્મી ડિપ્રેસ્ડ છે...’ આકૃતિએ નિષ્ણાતની ઢબે રોગ તો પારખ્યો, પણ એના ઉદ્ભવનું કારણ સમજાયું નહીં. એકલવાયા વૃદ્ધની હત્યા બાબતનો ઉદ્વેગ અંશના જતાં શમી જવો જોઈએ, ને એ સિવાય તો બીજું શું હોય! દીકરો મુંબઈમાં ખુશ-મિજાજમાં લાગ્યો, તો મમ્મીએ ઉચાટ જન્માવ્યો.

રાત્રે તેણે અમરને પૂછ્યું, ‘આપણે ઇન્ડિયા જઈશું?’ સાઇકિયાટ્રિસ્ટ તરીકે આકૃતિનો અનુભવ કહેતો હતો કે માનસિક નાદુરસ્તીની અવગણના ક્યારેક ભયંકર પરિણામ સર્જી શકે!

* * *

ખચ... ખચ... ખચ... ખચ... બાગકામ માટેની મોટી કાતરનાં ફાડિયાં ઉઘાડબંધ કરતા અંશને નજીક આવતો ભાળી દેવયાનીબહેનનો fવાસ સુકાવા લાગ્યો. બપોરના ટાણે ઘરે કોઈ નથી ત્યારે શું આ કાતરથી અંશ મારી ગરદન કાપવા માગે છે? ના ના, હું એમ નહીં મરું! પૌત્ર હોય એથી શું  થયું, જીવનનો મારો અધિકાર તે નહીં છીનવી શકે...

‘બાલ્કનીમાં પ્લાન્ટ્સના નામે જંગલ જેવું થઈ ગયું છે. પાન વેતરવા આજે જ આ સિઝર્સ ખરીદી. કેવી છે દાદી?’
‘બહુ ધારદાર છે.’ માંડ આટલા

શબ્દ નીકYયા, મનમાં વહેમ તો રહ્યો જ. ક્યાંક આ જ કાતર મારી હત્યાનું હથિયાર નહીં બનેને?

* * *

અંશના આગમન પછી દેવયાનીબહેનની રાતોની નીંદર પાતળી થઈ ગઈ હતી. રૂમનું લૉક ચડાવીને સૂતાં હોવા છતાં હૈયે ફફડાટ રહેતો. જરાય જેટલા સંચારે જાગી જતાં. ખખડાટ વધુ લાગે તો દબાતાં પગલે કીહોલ પર આંખ ટેકવી હિલચાલ જોતાં. ફ્રિજમાંથી પાણી પી પાછા વળી જતા અંશને જોઈ હાશકારો થતો.

આજે પણ મધરાતે તેમની ઊંઘ

ઊડી. દરવાજે ટકોરા પડ્યા. સાદ સંભળાયો, ‘દાદી...’

અંશ મને જગાડવા માગે છે કે પછી હું સૂઈ ગઈ છું એની ખાતરી કરી રહ્યો છે? દેવયાનીબહેનનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું.
‘દાદી દરવાજો ખોલો, તમારા માટે સરપ્રાઇઝ છે...’

આપવી હોય એટલી સરપ્રાઇઝ સવારે આપજે, રાતે તો હું દરવાજો નહીં ખોલું!

‘દાદી, આર યુ ઓકે?’

કેવો લાગણીશીલ બની ચિંતા જતાવે છે! પણ હું એમ ભોળવાવાની નથી. થોડી પળો પછી પગલાં અવળાં ફંટાતાં સાંભળી ઝડપભેર કીહોલ સમક્ષ ગોઠવાયાં.

અને તેમનાં નેત્રો પહોળાં થયાં, છાતી ધમણની જેમ હાંફવા માંડી. અંશ બાગકામની કાતર લઈ તેમના રૂમ તરફ આવી રહ્યો હતો. ચારે બાજુથી ફસાયેલું પ્રાણી જીવ બચાવવા મરણિયું બને એમ દેવયાનીબહેને રૂમમાં નજર દોડાવી. હાજર સો હથિયારનો નિયમ યાદ કરી ખૂણામાં પડેલી હથોડી ઉઠાવી રણચંડીની જેમ તે ધસી ગયાં.

ઉઘાડી પકડેલી કાતરનો બીજો છેડો લૉક પર ફટકારી દરવાજો ઉઘાડવા વિચારતો અંશ હજી તો પહેલો ઘા કરે એ પહેલાં દરવાજો ખૂલ્યો અને -

‘કપાતર! નખ્ખોદિયા!’ રૌદ્રરૂપમાં દાદીમાનો હાથ ઊંચકાતો દેખાયો.

અચાનકના આક્રમણથી ડઘાયેલો અંશ સહેજ વાંકો વળી દૂર હટવા ગયો

એમાં હથોડીનો ઘા સીધો તેની ખોપરીમાં ઝીંકાયો : ખટાક્!

‘મને, તારી દાદીને મારવા માગતો હતો? દેવના દીધેલ જેવો તું મારો દુશ્મન પાક્યો? લે, લેતો જા!’

આડેધડ આઠ-દસ ઘા વીંઝી દેવયાનીબહેન ફસડાઈ પડ્યાં ત્યારે અંશનું પ્રાણપંખેરુ ઊડી ચૂક્યું હતું! ને એ જ વખતે, મુંબઈ એરર્પોટ પર લૅન્ડ થઈ ચૂકેલાં અમર-આકૃતિ હરખાતાં હતાં કે આપણને આવકારી દાદીને સરપ્રાઇઝ્ડ કરવાનો અંશનો આઇડિયા સાચે જ લાજવાબ બની રહેવાનો!

કોની કિસ્મતમાં શું લખ્યું હોય છે એ કોણ જાણી શક્યું છે?

* * *

ઉપસંહાર : અમર-આકૃતિનું જીવનસુખ નંદવાઈ ગયું. જોકે માના બચાવની કે સજાની નોબત જ ન આવી. અંશના આગમનનું સત્ય જાણી પોતાના વહેમ, શકે શો અનર્થ સજ્ર્યોનું સમજાતાં દેવયાનીબહેનનું માનસિક સંતુલન સદંતર ખોરવાયું. નાનકડા ઢીંગલાને મારો અંશ, મારો દેવનો દીધેલ કહી અછો અછો વાનાં કરતી માને જોઈ નિfવાસ જ નાખી શકે છે અમર-આકૃતિ! હા, ક્રિસ્ટીના અમેરિકામાં કંઈક જુદું જ કહેતી હોય છે : ખરેખર તો ઇમ્પોટન્સી ન સહેવાતાં અંશે સુસાઇડ કર્યું એની વેદનામાં અંશની ગ્રૅન્ડમા મૅડ થઈ ગઈ એટલે પછી દીકરાની એબ છુપાવવા અમર-આકૃતિએ મર્ડરના જૂઠા ખબર ફેલાવ્યા છે!

ખેર, એ તો જેવી જેની મતિ, પરંતુ મૂળભૂત પ્રfન એ છે કે માણસનું ચિત્તતંત્ર ડહોળી નાખે, ઊર્મિશીલતા ડામાડોળ કરી મૂકે, દેવયાનીબહેને વાYયો એવો જલદ પ્રત્યાઘાત જન્માવે એવા આઘાતજનક બનાવ સમાજમાં બનવા શું કામ જોઈએ? ક્યાં સુધી બનશે?

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK