કથા સપ્તાહ : દેવના દીધેલ (શંકા-કુશંકા 4)

Published: 8th October, 2011 15:04 IST

માયાબહેનને બે દીકરા. બધા થઈને કુલ દસ જણનો પરિવાર. મોટા-વિશાળ ફ્લૅટમાં રહે. સ્થિતિ સધ્ધર અને બિઝનેસમાંથી રિટાયર્ડ થઈ ચૂકેલા પતિથી વિશેષ વજન ઘરેલુ મામલામાં માયાબહેનનું પડે. આમ તો બન્ને પુત્રોનો ધંધો જુદો, પણ વરસેકથી નાનાના વ્યાપારમાં મંદીનો માર હતો એટલે પોતાની મૂડીમાંથી મમતાનાં માયાર઼્ માયાબહેન બનતી મદદ કરતાં, જે મોટા પૌત્રને મંજૂર નહોતું

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

 

 

હાહાકાર મચી ગયો.

માયાબહેનને બે દીકરા. બધા થઈને કુલ દસ જણનો પરિવાર. મોટા-વિશાળ ફ્લૅટમાં રહે. સ્થિતિ સધ્ધર અને બિઝનેસમાંથી રિટાયર્ડ થઈ ચૂકેલા પતિથી વિશેષ વજન ઘરેલુ મામલામાં માયાબહેનનું પડે. આમ તો બન્ને પુત્રોનો ધંધો જુદો, પણ વરસેકથી નાનાના વ્યાપારમાં મંદીનો માર હતો એટલે પોતાની મૂડીમાંથી મમતાનાં માયાર઼્ માયાબહેન બનતી મદદ કરતાં, જે મોટા પૌત્રને મંજૂર નહોતું : કાકામાં બિઝનેસની અક્કલ નથી એમાં દાદી દેવાળું કાઢવા બેઠાં છે! તેના ખુલ્લેઆમ વિરોધમાં માયાબહેને નવી પેઢીની અશિસ્ત જોઈ. તેમણે કડકાઈથી કામ લીધું : પૌત્ર બાબત મોટાં દીકરા-વહુને ઠપકાયાર઼્ અને બસ પેલાના દિમાગમાં ઠસી ગયું કે દાદીને તો નાનો દીકરો જ વહાલો છે! પણ તેમના મોહમાં અમારે શું કામ ખુવાર થવું? પકડી ગન અને ધરબી દીધી ગોળી દાદીની છાતીમાં!

‘છોકરાનો હાથ કેમ ઊઠuો હશે દાદી સામે બંદૂક તાકતાં!’

મંદિરની બેઠકવાળા ગ્રુપમાં સૌ આઘાતવશ હતા. ઘટનાને અઠવાડિયું થવા છતાં ચિત્તમાંથી માયાબહેન હટતાં નથી. એવું લાગે જાણે હમણાં ‘જય શ્રીકૃષ્ણ’નો ટહુકો પૂરતાં હાજર થઈ જશે! કેવાં ખબરદાર મહિલા હતાં તે. નખમાંય રોગ નહીં અને હસતાં-હસતાં ઘરનો કાર્યભાર સંભાળતાં. અરે, પતિ પત્નીની કતલ કરાવે, ભાઈ બહેનની સોપારી આપે એવું તો સંસ્કારની ઊણપે જ બને એવું કહેનારાં માયાબહેનને અણસારે નહીં હોય કે મારો અંજામ મારા જ વંશવારસના હાથે લખાયો હશે!

‘વિચાર તો કરો,’ ગૌરીબહેનનો કંઠ ભીંજાયો, ‘આ જ પૌત્રના આગમને દાદીપદ પામનારાં માયાબહેને દાંડી પીટી હશે, ખોળામાં રમાડ્યો, હાલરડાં ગાઈ સુવાડ્યો, અરે મા-બાપની વઢ સામે કદી જેનું ઉપરાણું ખેંચ્યું હશે તેણે જ પ્રાણ હર્યાને આખરે!’

‘વહાલનો બદલો વેરથી મળે ત્યારે થાય કે માની છાતીમાં આટલું મમત્વ શા માટે ઊભરાવા દેતો હશે સૃષ્ટિનો સર્જનહાર કે એના ઘુઘવાટમાં મોતનો રણકાર પણ સંભળાઈ ન શકે!’

બોલનાર નયનાબહેન સામે સહાનુભૂતિથી જોઈ રહ્યાં દેવયાનીબહેન. માયાબહેનના કરુણ અંજામે દેવયાનીબહેનનું ચિત્ત વધુ ડહોYયું હતું. તેમના પરિવારજનોનો પરિચય નહોતો, પણ એકાદ વાર અમર-આકૃતિ-અંશને મંદિરના જ ચોગાનમાં માયાબેહન મળેલાં ત્યારે બોલી ગયેલાં : મારો મોટો પૌત્ર સૌમ્ય તમારા અંશ જેવો જ સોહામણો છે... દાદીના પોરસનો જવાબ પૌત્રે વખોડવાયોગ્ય પરાક્રમથી વાYયો! પોલીસ-સ્ટેશને પહોંચી એની કબૂલાત પણ કરી લીધી. પોતાના કૃત્યનો તેને સહેજે પસ્તાવો નહીં હોય? બિચારા તેના પિતાની તો શી દશા થઈ હશે - એક તરફ મા અને બીજી બાજુ દીકરો! લોહીના સંબંધમાં લાગણીની આ તે કેવી કસોટી! પિતાની વેદના પુત્રને પલ્લે પડી હશે ખરી? મૃતકનો શોક હૈયે ધરબી જીવતાને ફાંસીથી બચાવવાના પિતાનાં વલખાંને લોકો ભલે ધૃતરાષ્ટ્રના અંધપુત્રપ્રેમ જેવો ગણે, મને તો એમાં માનવજીવનની કરુણતાનાં જ દર્શન થાય છે... ન કરે નારાયણ અને મારા અંશના હાથે આવું કશું થયું તો હું તો મરતાં-મરતાંય કહેતી જાઉં કે મારા પોતરાને માફ કરજો...

હે ભગવાન! હું આ શું વિચારું છું? કોઈને કળાય નહીં એમ દેવયાનીબહેને હોઠી પીસ્યા. અંશ મારો જીવ લે એમ વિચારવું પણ પાપ છે. કેવો ડાહ્યો મારો દીકરો!

- માયાબહેનનેય તેમનો સૌમ્ય આવો જ વહાલો હશેને... આટલું વિચારતાં માયાબહેનના કિસ્સામાં પોતે પાત્ર બની જતાં. સૌમ્યને સ્થાને અંશ આવી જતો. માયાબહેનના કેસનું મોટિવ અહીં ફિટ બેસે એમ નહોતું, એટલે વિનાઆયાસ એટલો પાર્ટ બદલાઈ જતો : યુ ઓલ્ડ લેડી, મારી ક્રિસ્ટીના તને નથી ગમતીને? તારા કારણે પપ્પા-મમ્મીએ પણ તેને રિજેક્ટ કરી છે. અમારા પ્રણયમાં વિઘ્નરૂપ બનનારી ડોકરી, લે લેતી જા... ધાંય... ધાંય...

‘શું થયું દેવીબહેન? એકાએક ચોંક્યાં કેમ?’

ગૌરીબહેનના પ્રfને સજાગ થતાં દેવયાનીબહેને કપાળનો પ્રસ્વેદ લૂછ્યો. વધુ એક હત્યાથી મનમાં સર્જાઈ ચૂકેલો શંકા-કુશંકાનો પરિઘ વિસ્તર્યો હતો અને એમાં હવે આપ્તજનો પણ સમાઈ ચૂક્યા હોવાની કબૂલાત થઈ શકવાની નહોતી!

‘નહીં રે. આ તો અમસ્તું.’ વધુ પ્રfનોત્તરી ટાળવા તેમણે નજર ફેરવી સાદ પાડ્યો, ‘કજરી, ચાલ બહેન ઘરે જઈએ.’

‘તમે ઠીક તેને સાચવી રાખી છે,’ નયનાબહેને વિષયાંતર કર્યું, ‘જેના ધણી પર હત્યાનો આરોપ હોય તે નોકરાણીને હું તો કામ પર ન રાખું. એમાં તમે તો પાછાં સાવ એકલાં!’

‘આવા સંજોગોમાં તેને છૂટી કરવામાંય જોખમ! ‘ના’ પાડતાં મગજ છટક્યું અને છરી હુલાવી દીધી તો!’

દેવયાનીબહેનના શબ્દો નજીક આવી ચૂકેલી કજરીના કાને પણ પડ્યા. છેલ્લા કેટલાક વખતથી જેનો આછેરો અંદેશો આવવા લાગ્યો હતો, માલિકણનું એ બદલાતું વલણ આજે સ્પષ્ટપણે ઉજાગર થતાં કજરીએ ધક્કો અનુભવ્યો, પણ સમય વર્તી દેખાવા ન દીધું. તેને ઢૂંકડી ભાળી દેવયાનીબહેને રણકો બદલ્યો, ‘મારી કજરી કામગરી બહુ.’

તેમને શું ખબર કે પોતાના મલાવા હવે કજરીને સ્પર્શી શકે એમ નથી!

€ € €

આ તરફ, અમેરિકામાં અમર-આકૃતિ અંશને આfવસ્ત કરવામાં વ્યસ્ત હતાં.

‘થવાકાળ થઈ ગયું, અંશ! અને આમ જુઓ તો થયું છે પણ શું? કોઈના કહેવા માત્રથી, પાટિયા પર એક ચિતરામણથી તું ઇમ્પોટન્ટ ઠરી
જવાનો? વાહિયાત.’

‘અમર સાચું કહે છે બેટા,’ આકૃતિ સૂર પુરાવતી, ‘જે બન્યું એમાં સારપ જો. ક્રિસ્ટીનાનું ચારિhય ઉઘાડું પડી ગયું. એ હિસાબે દાદીની પારખુ નજર હીરા જેવી ચમકદાર ગણાય. તું ઊલટો તેમના સંસ્કારવારસાની દુહાઈ દે છે!’ સાઇકિયાટ્રિસ્ટ તરીકે આકૃતિ મનનો તાગ પામવામાં પાવરધી હતી.

‘અંશ, મૂળભૂતપણે કોઈ સંસ્કૃતિ ખરાબ નથી હોતી. તારે વેસ્ટર્ન કલ્ચરે રંગાઈ જવું હોત તો અમારો રોક્યો તું રોકાયો પણ ન હોત... છેવટે તો સભ્યતાના માપદંડ દરેકના પોતાના હોય છે. ક્રિસ્ટીના જેવા હજારો મળશે, અંશ હજારોમાં એક. કાદવમાં કમળની જેમ રહેવાનો ગર્વ લેવાય બેટા, એની શરમ ન હોય...’

સંતાનની પરેશાની મા-બાપથી છૂપી નથી રહેતી. અંશના અપસેટ થવા પાછળનું કારણ જાણ્યા પછી અમર-આકૃતિએ લીધેલાં નિવારણનાં પગલાં જોકે ધાર્યો રંગ ન લાવ્યાં. જુવાનવયે મિત્રોમાં, આખી સ્કૂલમાં હાંસીપાત્ર ઠરનારનો આત્મવિfવાસ છિન્નભિન્ન થઈ જતો હોય છે. ખાસ કરીને પુરુષની મરદાનગી શકના દાયરામાં આવી ગઈ હોય ત્યારે. અંશનો મોટા ભાગનો સમય ઘરમાં પસાર થતો. પેરન્ટ્સની સમજાવટ, ચિયર-અપ કરવાની ટેãક્નક વચગાળાના ઇલાજ જેવી નીવડતી. એમાં કાયમનું સમાધાન નહોતું.

‘અમર...’ દીકરાની ગેરહાજરીમાં છેવટે આકૃતિએ સુઝાવ મૂક્યો, ‘ઍઝ અ સાયકિયાટ્રિસ્ટ, મારી દૃષ્ટિએ અંશને ચેન્જની જરૂર છે. મહિનોમાસ મમ્મી જોડે મુંબઈ રહેશે તો પોતાના સંસ્કારોમાં તેની શ્રદ્ધા પણ દૃઢ થશે. આમેય ફર્ધર સ્ટડીઝ મુંબઈમાં કરવાની તેની ઇચ્છા છે, જોઈએ તો ત્યાં ઍડ્મિશન પણ લઈ શકે.’

‘એ તો એસ્કેપિંગ કહેવાય.’

‘ભલે ગણાય. સંજોગો માપી સઢ ફેરવી જાણે એ જ કિનારે પહોંચે, અને અંશની ડામાડોળ કશ્તીને પાર ઉતારવાનો એક રસ્તો છે - ટુ સેન્ડ હિમ ઇન્ડિયા ઍટ ધ અર્લીએસ્ટ!’ મનોચિકિત્સક પત્નીના નિદાન અને સારવારમાં અમરને શ્રદ્ધા હોય જ.

‘એ બહાને મમ્મીનેય ઘરમાં વસ્તી લાગશે. યુ નો, તેમના પેલા ફ્રેન્ડ માયાબહેનની હત્યા પછી તો મમ્મી મને બહુ ઢીલાં પડેલાં જણાય છે. અમારી ટેલિટૉકમાં પેલી કજરીના વરના કેસમાં તારીખ જ પડતી રહે છે... ઇનશૉર્ટ, અંશના જવાથી મમ્મીનેય રાહત રહેશે.’

‘ધેન વી મસ્ટ ડુ ધૅટ ફાસ્ટ,’ અમરે રાહતભર્યું સ્મિત ફેંક્યું, ‘અંશને જોઈ-મળી તેની દાદી ખુશખુશાલ થઈ જવાની!’

€ € €

‘હેં!’

દેવયાનીબહેનને ધþાસકો પડ્યો, ‘અંશ મુંબઈ આવે છે? અચનાક!’

અમરને માની ચિંતા સ્વાભાવિક લાગી. માણસ અણધાર્યો વતનની વાટ પકડે એની ફાળ પડવાની જ.

‘મમ્મી, આમ તો ચિંતાજનક કશું નથી...’ નપુંસકપણાની બીના મા સાથે શૅર કરવામાં સંકોચ થાય એમ હતું એટલે અમરે મોઘમ ઇશારો આપવા ઇચ્છ્યો, ‘શું છે કે ભાઈસાહેબ મિત્રોથી થોડા નારાજ છે, બે-ચાર વીક મુંબઈ રહેશે તો ચેન્જ મળશે. ત્યાં કૉલેજના ઍડ્મિશનની તપાસ પણ કરવાનો છે.’

‘મિત્રોથી નારાજ...’ દેવયાનીબહેનની વિચારપિન એ જ ખાંચામાં અટકી, ‘તો-તો પેલી ધોળી છોકરી જ એના મૂળમાં હોવી જોઈએ.’

‘એવું જ કંઈક.’

દીકરાના જવાબે ભીતર ઘમસાણ મચાવ્યું. ચોક્કસ બન્ને પરણવા અધીર બન્યાં હશે અને હું લગ્નમાં વિઘ્ન જેવી લાગતાં ક્રિસ્ટીનાએ અંશને પાનો ચડાવ્યો હશે કે મને ચાહતો હોય તો તારી દાદીને આપણા માર્ગમાંથી હટાવી નાખ! દેવયાનીબહેનને પ્રસ્વેદ ફૂટી નીકYયો.

અમારા પ્રણયમાં વિઘ્નરૂપ બનનારી ડોકરી... લે, લેતી જા! ધાંય... ધાંય... મનસમંદરમાં કદી મદી હિલોળા ખાતું દૃશ્ય ભરતીના મોજાની જેમ ઊછળી-ઊછળીને બુદ્ધિ, વિવેક અને શાણપણને તાણી જવા લાગ્યું.

‘જો બેટા...’ તેમણે રિસીવર પર મુઠ્ઠી ભીઠી, ‘મને ક્રિસ્ટીના સામે કોઈ જ વાંધો નથી. અંશને કહેજે દાદીના આર્શીવાદ છે, ભલે બન્ને પરણતાં.’

માના યુ-ટર્નથી અચંબિત થતાં અમરને જોકે એમાં માવતરનાં મોલ જ દેખાયાં. સંતાનની ખુશી ખાતર મા કંઈકેટલા સમાધાનો હસતા હૈયે સ્વીકારી જાણે છે એમ માન્યું. આ ભયની પ્રીતિ હતી એ કેમ સમજાય?

‘મા, આ કંઈ તેમની પરણવાની ઉંમર છે! ને ટીનાને તો અંશ હવે પરણવાથી રહ્યો...’

‘કેમ-કેમ?’ દેવયાનીબહેન બધું જ જાણવા માગતાં હતાં અને અમરથી કહેવાય એમ નહોતું.

‘મા, આપણે એમાં ઊંડાં ઊતરવાની જરૂર નથી. તું અંશના આવવાનો આનંદ માણ. ઇન્ડિયા જવાની વાતે અંશ પણ ઉત્સાહમાં છે. ભલું હશે તો તે ત્યાં જ રોકાઈ જશે.’

આમ તો અંશ કહેતો હતો કે હું ગમે ત્યારે મુંબઈ આવી જવાનો... પણ એ સંજોગો ખરેખર સર્જાયા ત્યારે દાદીની માનસ સ્થિતિ બદલાઈ ચૂકી હતી! મુંબઈ આવવામાં અંશનો ઉત્સાહ નહીં, વિઘ્નરૂપી મને દૂર કરવાની અધીરાઈ હશે! કદાચ મને તરત મારવાનો વિચાર ન હોય, એટલે સ્ટડીના બહાને અહીં રહી મારું કાસળ કાઢવાનું નક્કી કર્યું હોય. ગોળીએ દેવાને બદલે મને તે સ્લો પૉઇઝન આપતો રહે... માણસનું મન ગમે તેવું ધારી લેવાની હદે ચડે ત્યારે અંગતમાં અંગત વ્યક્તિને પણ બૂરામાં બૂરી ધારી લેતાં ખચકાતું નથી!

દેવી... દેવી... કોઈ પણ ભોગે આ અનર્થ ટાળ, અંશને અહીં આવતો

રોક! મન ઉશ્કેરતું હતું, પણ બહાનું સૂઝતું નહોતું!

‘અંશ ત્યાં રહેશે તો અમનેય નિરાંત. છ-એક મહિનાથી મુંબઈમાં એકલા રહેતા વૃદ્ધોની અસલામતી વધી હોવાનું પુરવાર કરતા કેવા-કેવા બનાવો બને છે...’

અંશના આગમને એમાં ઉમેરો નહીં થાય અને એવી મારી ભીતિ તને કેમ સમજાવું મારા લાલ! દેવયાનીબહેન સમજતાં હતાં કે પોતાનું એક વાક્ય મા-દીકરાના સંબંધમાં નહીં પુરાનારું અંતર સર્જી દેશે... પુરાવા વિના અંશ પરનો આરોપ અમર-આકૃતિ કદાપિ નહીં સ્વીકારે, મને વહેમીલી ગણી પાગલખાનામાં મૂકી દેશે!

દેવયાનીબહેનને કંપારી છૂટી. છતાં એટલું તો બોલી જવાયું, ‘અંશ અહીં ભણવાનો હોય તો તેનું રહેવાનું હૉસ્ટેલમાં જ રાખજો. મારો મતલબ ત્યાં તે મુક્તતાથી રહી શકે.’

‘એ બધું તમે દાદી-પૌત્ર નક્કી કરી લેજો. અંશ આવતી કાલે અહીંથી નીકળે છે...’

રિસીવર મૂકતાં દેવયાનીબહેને ઊંડો fવાસ ભર્યો. કટોકટી ટળી નહીં. એટલે હવે તો સામનો કર્યે જ છૂટકો.

સ્થિતિ-સંજોગો ક્યારેક માણસની જાણબહાર તેનું બ્રેઇનવૉશિંગ કરી મૂકતાં હોય છે. દર ત્રીજે દહાડે થતી વૃદ્ધોની હત્યાના ખબરોએ દેવયાનીબહેનના ચિત્તમાં વમળો સરજ્યાં. વાલકેfવરના વિfવનાથના મર્ડરમાં રઘુની ધરપકડ, માયાબહેનના કરુણ અંજામની ઘટનાઓએ મોતનું કૂંડાળું નાનું થઈ નજીક આવતું લાગ્યું અને એટલો જ તેમનો શક વિસ્તર્યો. નોકરવર્ગ ઉપરાંત અંશ જેવી આત્મીય વ્યક્તિ પણ એ ઘેરાવામાં આવી ગઈ. સાવધ બનવાને સ્થાને તે શંકાશીલ બનતાં ગયાં અને એ જ કારણ જીવથીય વહાલા પૌત્રના આગમનમાં દાદીને જાન જવાના ભણકારા વાગતા હતા!

આ માત્ર વહેમ હતો, અગમચેતી હતી કે પછી...

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK