ગુજરાતીઓ પરસેવો પાડવા રહેજો તૈયાર, એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે

Published: Feb 21, 2020, 16:53 IST | Mumbai Desk

હાલ છેલ્લા ૩-૪ દિવસથી બપોરે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રે પણ હવે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. એવામાં હવે શિયાળો ખતમ થઈ રહ્યો છે

શિયાળામાં હાડ થીજવી દેતી ઠંડી બાદ હવે પરસેવો નિતારી દેતી ગરમી માટે પણ તૈયાર રહેજો અને આ વર્ષે શિયાળાની જેમ ગરમી પણ ધમધોકાર પડવાની છે અને આ વખતની ગરમી તમામ રેકૉર્ડ તોડી દેશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ ૩ દિવસમાં ગરમીમાં વધારાની સંભાવના નહીંવત્ છે. આગાહી પ્રમાણે એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જશે.
હાલ છેલ્લા ૩-૪ દિવસથી બપોરે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રે પણ હવે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. એવામાં હવે શિયાળો ખતમ થઈ રહ્યો છે અને ગરમીની શરૂઆત થતાં જ લોકો હાય ગરમી, હાય ગરમી કરવા લાગ્યા છે અને ઉનાળામાં કેવી જોરદાર ગરમી પડશે એની ચિંતા કરી રહ્યા છે. આ ચિંતા કરવી એકદમ યોગ્ય છે કેમ કે ઉનાળામાં પડનારી ગરમી તમે સહન નહીં કરી શકો.
આ વખતે ગરમી તમામ રેકૉર્ડ તોડી દેશે. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે. જોકે હાલ ૩ દિવસ માટે ગરમીમાં વધારાની સંભાવના નહીંવત છે. પણ એ બાદ તાપમાનમાં વધારાની શરૂઆત થઈ જશે. એપ્રિલ મહિનાથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જશે અને આગ ઓકતી ગરમીમાં તમામ ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઊઠશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK