કાજલ ગોહિલ-વિલ્બેન
નવી મુંબઈ, તા. ૫
રહેવાસીઓને ઘર જેવું વાતાવરણ આપવા શરૂ કરાયેલો તહેવાર હવે કોસ્મોપૉલિટન બની ગયો
૧૯૮૯માં વાશીના સેક્ટર ૧૪ અને ૧૫ના ગુજરાતી રહેવાસીઓએ મળીને માતાજીની નવરાત્રિની ઉજવણી શરૂ કરવાના હેતુથી રસ્તા પર માતાજીની છબિ મૂકીને ગરબે ઘૂમવાનું શરૂ કર્યું હતું, પણ ૧૯૯૪માં રોડ પર ટ્રાફિક વધી જતાં તેમણે રોડ પર રમાતી ગરબી બંધ કરવી પડી હતી. એ જ વખતે વાશીનું મહાત્મા ગાંધી કૉમ્પ્લેક્સ બંધાઈને તૈયાર થઈ જતાં ત્યાં પ્રગતિ સેવા મંડળના નરેન્દ્ર રવાસિયા ઉર્ફે રાજાભાઈએ પોતાની નવરાત્રિની શરૂઆત કરી હતી.
આ નવરાત્રિ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં નરેન્દ્ર રવાસિયાએ કહ્યું હતું કે ‘અમારી નવરાત્રિ એ વાશીના સેક્ટર ૧૪ અને ૧૫ના ગુજરાતી રહેવાસીઓની જ નવરાત્રિ છે. મારું નવરાત્રિ શરૂ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે ગુજરાતી ભાઈ-બહેનો એક થઈને સુરક્ષિત રીતે અને સારા વાતાવરણમાં માતાજીના ગરબાનો આનંદ માણી શકે. આજે તો નવરાત્રિનું આખું રૂપ જ બદલાઈ ગયું છે. એક સમયે ગુજરાતીઓની જ કહેવાતી નવરાત્રિમાં આજે દરેક જાતિ અને ધર્મના લોકો રમતા થઈ ગયા છે અને સમયની માગ અનુસાર અમારી નવરાત્રિ પણ એક કોસ્મોપૉલિટન નવરાત્રિ બની ગઈ છે, જેમાં દરરોજ અંદાજે ૫૦૦૦ જેટલા લોકો જોડાય છે એટલે અમારે મહાત્મા ગાંધી કૉમ્પ્લેક્સને બદલે હવે વાશીના સેક્ટર ૨૮ના ટિળક કૉલેજ ગ્રાઉન્ડ પર નવરાત્રિનું આયોજન કરવું પડ્યું છે.’
1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન
27th February, 2021 17:39 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTAishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં, સોશિયલ મીડિયા પર છે ચર્ચા
27th February, 2021 16:49 ISTહિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી
27th February, 2021 16:13 IST