ગુજરાતી યુવાનની કારે પીત્ઝા ડિલિવરી બૉયને ઉડાવ્યો

Published: 3rd November, 2012 07:31 IST

બોરીવલી (વેસ્ટ)ના ચીકુવાડી એક્સટેન્શન રોડ પર બુધવારે રાત્રે બાઇક પર પીત્ઝાની ડિલિવરી કરવા જઈ રહેલા ડૉમિનોઝના ૨૬ વર્ષના જયપ્રકાશ ઓમપ્રકાશ પાન્ડેને અડફેટમાં લઈ તેને કચડી નાખવાના આરોપસર બોરીવલી પોલીસે ૨૦ વર્ષના મનન મહેતાની ધરપકડ કરી હતી.

અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતાં જયપ્રકાશને પગમાં ફ્રૅક્ચર થયું હતું. અત્યારે જયપ્રકાશનો ઉપચાર બોરીવલી (વેસ્ટ)માં આવેલી સુવર્ણા હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. મનન મહેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે પછીથી તેને ૩૦૦૦ રૂપિયાના જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

બોરીવલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિશાલ ગજરમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચારકોપ વિસ્તારમાં રહેતો જયપ્રકાશ બુધવારે રાત્રે સાડાઆઠ વાગ્યે પીત્ઝાની ડિલિવરી કરવા બાઇક પર ચીકુવાડી વિસ્તારમાં જઈ રહ્યો હતો એ વખતે દહિસર (ઈસ્ટ)ના એસ. વી. રોડ પર આવેલા રીજન્સી ટાવરમાં રહેતો મનન મહેતા અલ્ટો કારમાં તેના મિત્રો સાથે ફરવા ગયો હતો એ વખતે મનને જયપ્રકાશની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

આરોપી મનન સીએના ફસ્ર્ટ યરનો સ્ટુડન્ટ છે. અકસ્માત પછી પોલીસે તેની કાર જપ્ત કરી હતી. 

સીએ = ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

એસ. વી. = સ્વામી વિવેકાનંદ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK