કચ્છનું નલિયા 5.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ઠંડું મથક

Published: Jan 22, 2020, 12:21 IST | Bhuj

કંડલા-મુન્દ્રા બંદરો પર ચીન તરફથી આવતાં જહાજોને કારણે નવા શોધાયેલા કોરોના વાઇરસનો કચ્છમાં ખતરો?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાને પગલે પાકિસ્તાનની સરહદને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં લગભગ છેલ્લા એક પખવાડિયાથી લઘુતમ ઉષ્ણતામાનનો આંક સિંગલ ડિજિટ પર રહેતાં આ એક સદીનો સૌથી ઠંડો શિયાળો બની રહેવા પામ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાને અડકીને આવેલું અબડાસા તાલુકાનું  મુખ્ય મથક નલિયા આજે ૫.૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ઠંડું મથક બનતાં એક વિક્રમ સર્જાયો છે. જોકે પવનોની ગતિ મંદ પડતાં ઠંડીની તીવ્રતામાં રાહત અનુભવાઈ છે અને નલિયા સિવાયનાં અન્ય મથકોએ આજે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. દરમ્યાન ચીનમાં શોધાયેલા નવા સ્વાઇન ફ્લુ જેવા કોરોના વાઇરસની અસર દુનિયાભરના દેશોમાં થવાનો ભય ઊભો થતાં અને કચ્છમાં ખાસ કરીને કંડલા અને મુન્દ્રા બંદરો પર થતી રહેતી ચાઇનીઝ જહાજોની અવરજવરને કારણે આવાં જહાજોમાં આવતા ચાઇનીઝ ખલાસીઓના તબીબી પરીક્ષણ માટે કચ્છમાં પણ જિલ્લા આરોગ્ય ખાતા તરફથી તેમ જ બંદર પ્રશાસન તરફથી વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની જરૂરત પર જાણીતા તબીબ ડૉ. દિનેશ દવેએ ભાર મૂક્યો છે. એકધારી પડી રહેલી ઠંડીને કારણે ચામડીના રોગો ઉપરાંત વાઇરલ ફીવર અને શરદીના દરદીઓમાં વધારો નોંધાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK