અમદાવાદમાં વાઇબ્રન્ટ વર્લ્ડ રેકૉર્ડનો ફિયાસ્કો

Published: 17th November, 2014 05:30 IST

ધાર્યા મુજબ પબ્લિક ઊમટી જ નહીં : ચાર વર્લ્ડ રેકૉર્ડ માટે ૧૫ હજાર એન્ટ્રી આવી હતી, પરંતુ માત્ર ૨૩૯૧ લોકો આવ્યા : વડા પ્રધાનને દિવાળી ગ્રીટિંગ્સ લખવાના વર્લ્ડ રેકૉર્ડમાં અમદાવાદીઓ ગેરહાજર
ગઈ કાલે અમદાવાદમાં એકસાથે ચાર વર્લ્ડ રેકૉર્ડ કરવા વાઇબ્રન્ટ વર્લ્ડ રેકૉર્ડ ફેસ્ટિવલનું આયોજન sixages.com દ્વારા કરવામાં આવ્યું હતું, એમાં ધાર્યા મુજબ પબ્લિક ન ઊમટતાં વાઇબ્રન્ટ વર્લ્ડ રેકૉર્ડનો ફિયાસ્કો થયો હતો.

આ ઇવેન્ટના ઑર્ગેનાઇઝર  અને sixages.comના ડિરેક્ટર પ્રશાંત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ચાર વર્લ્ડ રેકૉર્ડ માટે ૧૫ હજાર જેટલી એન્ટ્રી આવી હતી, પરંતુ ગઈ કાલે માત્ર ૨,૩૯૧ લોકો જ ભાગ લેવા આવ્યા હતા, એમાં સાચી મૂછ ધરાવતા સૌથી વધારે લોકોના વર્લ્ડ રેકૉર્ડમાં માત્ર ૪૨૧ લોકો  આવ્યા હતા. એક સરખી અટક ધરાવતા સૌથી વધુ લોકોના વર્લ્ડ રેકૉર્ડ માટે સેમ સરનેમવાળા ૭૦૦ લોકો આવ્યા હતા. જોકે હજી એની ઑફલાઇન-ઑનલાઇન ગણતરી ચાલુ હોવાથી કુલ આંકડો એક-બે દિવસમાં જાહેર થશે. લાર્જેસ્ટ ગેધરિંગ ઑફ ચિલ્ડ્રન ઇન ફૅન્સી ડ્રેસમાં ૭૨૫ બાળકોએ ભાગ લીધો હતો.

આ વર્લ્ડ રેકૉર્ડમાંથી એક રેકૉર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળવામાં આવ્યો હતો, એમાં મોસ્ટ ગ્રીટિંગ કાર્ડ્સ સેન્ટ ઍટ અ ટાઇમ ફ્રોમ સેમ લૉકેશનમાં નાગરિકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળીના શુભેચ્છા કાર્ડ લખવાનો હતો, પરંતુ આશ્ચર્યની વચ્ચે વડા પ્રધાનને દિવાળી ગ્રીટિંગ્સ લખવાના વર્લ્ડ રેકૉર્ડ કરવામાં પણ પબ્લિક ઊમટી નોહતી. વર્લ્ડ રેકૉર્ડ માટે વડા પ્રધાનને ગ્રીટિંગ્સ લખવા ૧૨ હજારથી વધુ નાગરિકો આવવાનો આયોજકોનો અંદાજ હતો, પરંતુ એમ થયું નહીં અને માત્ર ૫૪૫ નાગરિકોએ ગ્રીટિંગ્સ લખ્યાં હતાં.

ઉલ્લેખનીય બાબત એ રહી કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે અને અમદાવાદમાં નરેન્દ્ર મોદીના ફંક્શનમાં હજારોની સંખ્યામાં ગ્થ્ભ્ના કાર્યકરો-અગ્રણીઓ ઊમટતા હતા, પરંતુ આ કાર્યક્રમ પાર્ટીનો ન હોવાથી કાર્યકરો એનાથી દૂર રહ્યા હશે એવું માનવામાં આવી રહ્યું છે.

આયોજકે કહ્યું કે રિસ્પૉન્સ સારો મળ્યોહતો, પરંતુ આજે ધારણા કરતાં ઓછા લોકો આવ્યા હતા. ફૅન્સી ડ્રેસમાં આવેલાં બાળકો પૈકી ઘણાં બાળકો ખરાબ વાતાવરણના કારણે અકળાઈ ગયાં હતાં અને સ્થળ છોડી જતાં રહ્યાં હતાં.

જોકે આયોજકના દાવા પ્રમાણે આ તમામ રેકૉર્ડ લિમકા બુક ઑફ રેકૉર્ડ માટે પહેલી વાર થયા છે અને ગુડગાંવ, દિલ્હીસ્થિત લિમકા બુક ઑફ રેકૉર્ડની ઑફિસમાં આ તમામ રેકૉર્ડની વિડિયોગ્રાફી, ફોટોગ્રાફીની ક્લિપિંગ્સ, પાર્ટિસિપન્ટના ફૉર્મ સહિતની જરૂરી દસ્તાવેજી વિગતો મોકલી આપીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK