વડોદરા : 12 લૂંટારાનો PCR વૅન પર ટ્રક ચડાવીને હત્યાનો પ્રયાસ

Published: Feb 05, 2020, 09:55 IST | Vadodara

નૅશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પાસે આવેલા જીઈબી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે કેરળની કાજુ અને સોપારી ભરેલી ટ્રક પર ૧૦થી ૧૨ લૂંટારા ત્રાટક્યા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નૅશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પાસે આવેલા જીઈબી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે કેરળની કાજુ અને સોપારી ભરેલી ટ્રક પર ૧૦થી ૧૨ લૂંટારા ત્રાટક્યા હતા. પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસોએ લૂંટારાઓને પકડવા જતાં પોલીસવૅન પર પથ્થરમારો કર્યો હતો અને વૅન પર ટ્રક ચડાવીને પોલીસોની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા નજીક નૅશનલ હાઇવે નં-૪૮ પર સોમવારે મોડી રાત્રે કેરળની એક ટ્રક કાજુ અને સોપારી ભરીને નીકળી હતી. આ સમયે ૧૦થી ૧૨ જેટલા લૂંટારાઓએ ત્યાં પહોંચીને ટ્રકને રોકી દીધી હતી. જોકે આ સમયે નૅશનલ હાઇવે પર પૅટ્રોલિંગ કરી રહેલા પીસીઆર વૅન-ડ્રાઇવર સી.વી. સિંહ અને જગમાલ સિંહ સહિતના પોલીસો ત્યાં પહોંચી ગયા હતા અને લૂંટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીસીઆર વૅનને જોઈ જતાં લૂંટારાઓએ પોલીસ વૅન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ટ્રક પોલીસ વૅન પર ચડાવી દીધી હતી જેમાં પીસીઆર વૅન-ડ્રાઇવર સી.વી. સિંહ અને જગમાલ સિંહ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : હાર્દિક પટેલની પત્નીનો રોષ:‘મારો પતિ સિંહ છે, જેલથી ડરતો નથી’

આ ઉપરાંત ટ્રકને હાઇવે પર પકડવા ગયેલી બીજી પીસીઆર વૅન પર પણ ટ્રક ચડાવી હતી, જેમાં પોલીસની પીસીઆર વૅન ૨૫ અને ૨૬નો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ મામલે પીસીઆર વૅન-ડ્રાઇવરે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK