વડોદરાઃ મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપી હિંદુ તરૂણી પર આચર્યું દુષ્કર્મ

Published: Jun 23, 2019, 11:45 IST | વડોદરા

વડોદરામાં મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપી હિંદુ તરૂણી પર દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો છે. તરૂણી સાથે ધર્મપરિવર્તન માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપી હિંદુ તરૂણી પર આચર્યું દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)
મુસ્લિમ યુવકે લગ્નની લાલચ આપી હિંદુ તરૂણી પર આચર્યું દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)

શહેરના માંજલપુરમાં રહેતા 19 વર્ષના યુવકની તરૂણી પર બળાત્કાર કરી અને તેનો વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ  લગાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે 10માં ધોરણની તરૂણીને યુવક અલગ-અલગ જગ્યાએ લઈ ગયો અને તેના પર છેલ્લા ત્રણથી ચાર મહિનામાં વારંવાર બળાત્કાર કર્યો.

તૌસીફ ઇમરાન ખાને તરૂણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું જેના કારણે તરૂણી તેનું ધર્મપરિવર્તન કરાવવા પણ તૈયાર થઈ ગઈ હતી, તેણે રમઝાન દરમિયાન રોઝા પણ રાખ્યા હતા.

પોલીસના પ્રમાણે ઈમરાન ખાન ધોરણ 12નો વિદ્યાર્થી છે, તે તરૂણીને લાલબાગ ગાર્ડન સહિતની જગ્યાએ લઈ જતો હતો અને તેનું શારીરિક શોષણ કરતો હતો. તરૂણીના માતા-પિતાએ પોલીસને એવું પણ કહ્યું કે તે તરૂણીને ઓરલ સેક્સ માટે પણ મજબૂર કરતો હતો અને તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે ખાને તરૂણીના વીડિયો અને ફોટોસ ટીકટોક પર શેર કર્યા હતા. જો કે આરોપીએ તરૂણીના કોઈ વાંધાજનક ફોટો અપલોડ નહોતા કર્યા. છોકરીના માતા પિતાએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે યુવક પાસેથી ખુલાસો માંગ્યો ત્યારે તેણે આ તસવીરોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી. તરૂણીન માતા પિતાના જૂન 20ના દિવસે આ વાતની ખબર પડી હતી.

પોલીસે કહ્યું કે આ બંને ગુજરાત બોર્ડની પરીક્ષા દરમિયાન મળ્યા હતા. તરૂણીની માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે યુવક તેની દીકરીને અલગ અલગ ધાર્મિક જગ્યાએ લઈ ગયો અને તેને ધર્મ પરિવર્તન માટે બ્રેઈનવૉશ કર્યું હતું.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરઃ ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ, માતા-પુત્રી થયા ભડથું

ખાન પર બળાત્કાર, મોલેસ્ટેશન, એબ્ડક્શનની સાથે પોક્સો એક્ટ લગાવવામાં આવ્યા છે. પોલીસને કહેવા પ્રમાણે ખાન હિસ્ટ્રી-શીટર છે. આ પહેલા પણ તેની પોક્સો એક્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK