Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો થશે જેલ!

વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો થશે જેલ!

27 December, 2018 06:57 PM IST |

વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો થશે જેલ!

નવા વર્ષની ઉજવણી માટે વડોદરા પોલીસે જાહેર કર્યો ડ્રેસકોડ(પ્રતિકાત્મક તસ્વીર)

નવા વર્ષની ઉજવણી માટે વડોદરા પોલીસે જાહેર કર્યો ડ્રેસકોડ(પ્રતિકાત્મક તસ્વીર)


હવે નવા વર્ષની ઉજવણીમાં કેવા વસ્ત્રો પહેરીને જવું તે પણ વડોદરા પોલીસ નક્કી કરશે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડીને નવા વર્ષની પાર્ટીઓમાં યુવતીઓને ટૂંકા, તંગ, ચુસ્ત અને ભડકાઉ કપડા ન પહેરવા સૂચના આપવામાં આવી છે. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો ક્યાંય યુવક-યુવતી આપત્તિજનક સ્થિતિમાં બેસેલા જણાશે તો પોલીસ તેમને પકડી શકે છે.

નવું વર્ષ મનાવવાની તૈયારી કરી રહેલી વડોદરાની યુવતીઓને પોલીસે ચેતાવી છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને નવા વર્ષની પાર્ટીમાં સામેલ થશે તો તેમની સામે કાર્રવાઈ થઈ શકે છે. પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે પરિપત્ર જાહેર કરીને યુવતીઓને ટૂંકા વસ્ત્રો ન પહેરવા સલાહ આપી છે. સાથે જ યુવક યુવતી આપત્તિજનક સ્થિતિમાં જોવા મળશે તો પણ તેમની સામે કાર્રવાઈ કરવાની ચીમકી આપવામાં આવી છે.

પોલીસે પાર્ટીઓના આયોજક, હોટેલ, પાર્ટી પ્લોટ અને રેસ્ટોરેંટને ન્યૂ યરની પાર્ટીના સ્થળ પર સીસીટીવી લગાવવાના નિર્દેશો આપ્યા છે, જેથી નવા વર્ષની પાર્ટી પર નજર રાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 06:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK