વડનગરમાં પ્રાચીન મંદિરની અવદશાઃ નાગર સમાજમાં આક્રોશ

Published: May 02, 2019, 18:10 IST | વડનગર

વડનગરના પ્રાચીન હાટકેશ્વરની મંદિરની અવદશાથી સ્થાનિકોમાં નારાજગી છે. નાગર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

હાટકેશ્વર મંદિરની દુર્દશાથી સ્થાનિકોમાં આક્રોશ
હાટકેશ્વર મંદિરની દુર્દશાથી સ્થાનિકોમાં આક્રોશ

વડાપ્રધાનના વતનમાં હિન્દુ ધર્મસ્થાનમાં ગેરકાયદે કબજો અને તોડફોડના આક્ષેપો કરવામાં આવ્યા છે. નાગર જ્ઞાતિએ 5000 વર્ષ જૂના મંદિરની અવદશા જોતા તેને જ્ઞાતિને સોંપવા રજૂઆત કરવામાં આવી છે.

VADNAGAR TEMPLE

Eમુખ્યમંત્રીને કરી રજૂઆત

5, 000 વર્ષ જૂના સ્વયંભુ શિવલિંગ હાટકેશ્વર શિવલિંગની દુર્દશાને જોઈને સ્થાનિકોમાં નારાજગી છે. નાગર જ્ઞાતિના આગેવાન ઓજસ માંકડ, રાજીવ વચ્છરાજાનીએ કહ્યું કે, 'ગેરકાયદે કબજો, તોડફોડ વગેરે પ્રવૃતિસામે નાગર સમાજમાં આક્રોશ ઉઠ્યો છે.' આ મામલે સમગ્ર ગુજરાત નાગર પરિષદે મુખ્યમંત્રી રૂપાણીને પણ રજૂઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે 1993માં મંદિરનો  વહીવટ ચેરીટી કમિશનર દ્વારા પાંચ વર્ષ માટે 25 વ્યકિતને સોંપવામાં આવ્યો  હતો. કાળક્રમે વિસનગરના જવાહર મહેતા, ગજેન્દ્ર પટેલ વગેરેએ ધાકધમકી પ્રશ્ને મંદિરના તાળા તોડી વહીવટ ગેરકાયદે હાથમાં લઇ લીધો છે. સ્થિતિ ખૂબ ખરાબ છે. મુખ્ય શિવાલયની ચારેબાજુ આવેલા પૌરાણિક મંદિરો, ડેરા, કૂવો અન્ય બાંધકામ તોડી ફોડીને ઇમલો વેચી નખાયો છે.

આ પણ વાંચોઃ હવે અમદાવાદ મનપા પણ નથી સલામત, AMCના પાર્કિંગમાંથી ચોરાઈ કાર


ભ્રષ્ટાચારનો કરવામાં આવ્યો આરોપ

મંદિર મામલે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 'પ્રવાસન નિગમ, યાત્રાધામ બોર્ડનાઅધિકારીઓએ પણ આ મામલે ભ્રષ્ટાચાર કર્યો છે. નાણાકીય ઉચાપતોના પણ આક્ષેપો કર્યા છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, જવાહર મહેતા, નિખિલ વ્યાસ, અરવિંદ  પટેલે મુખ્ય શિવાલયના તાળા તોડીને સોના-ચાંદીના ઘરેણા બહાર લઇ ગયા. ઉપરાંત મંદિરનું પ્રવેશદ્વાર, બે માળની ભવ્ય ઇમારત તોડીને ઇમલો વેચી નાખ્યો.  આ સામે નાગરોમાં આક્રોશ છવાયેલો છે. રજુઆતમાં પ્રશ્નો ઉઠાવ્યા છે કે-ગેસ્ટહાઉસ,  કેન્ટીનના નાણા કયાં ગયા? પ્રવાસન નિગમે જે વ્યકિત સાથે કરાર કર્યા તે અધિકૃત ખરા? ઓડીટના હિસાબો કયારેય બહાર પાડયા છે.? આ બધું  શંકાસ્પદ છે, જેની ઉંડાણથી તટસ્થ તપાસ થવી જરૂરી છે. રજુઆતના અંતમાં માંગણી કરી છે કે, દ્વારકેશ શિવાલયનો વહીવટ નાગર જ્ઞાતિને સોંપવો ઉપરાંત અંબાજી મંદિરમાં રાત્રી પુજા માટે મઢનો દરવાજો ખુલ્લો રાખવા માંગણી થઇ છે. તેમ રાજીવ વચ્છરાજાની, સુભાષ ભટ્ટ વગેરેએ જણાવ્યું હતું. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK