વડોદરામાં જાહેર સભા દરમ્યાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાયા હતા. હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા બાદ તેઓ કોરોના-પૉઝિટિવ જાહેર થયા હતા. હાલમાં તેઓ ક્વૉરન્ટીન છે. તેમની તબિયતથી બીજેપીના ચૂંટણીપ્રચાર પર કોઈ અસર પડી નથી.
મુખ્ય પ્રધાનનને બદલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની રાજકોટમાં પ્રચાર કરશે એવી જાહેરાત કરાઈ છે. વિજય રૂપાણી કોરોના-પૉઝિટિવ આવતાં તેમના તમામ કાર્યક્રમ રદ થયા છે.
સ્મૃતિ ઈરાની પાંચ જગ્યાએ સભાને સંબોધશે. રાજકોટમાં વૉર્ડ-નંબર ૧૩ અને ૧૪માં સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની વૉર્ડ-નંબર ૭માં લોકસંપર્ક માટે ઘરે-ઘરે જશે અને મતદારોને મળશે.
વર્લ્ડ ક્લાસ ટૉપ 20 મેન્ટરમાં પસંદ થયા અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર
7th March, 2021 11:30 ISTગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTઅમદાવાદ પહોંચ્યા PM મોદી, આજે સૈન્ય કમાંડર સંમેલનને કરશે સંબોધિત
6th March, 2021 10:56 ISTઅમદાવાદમાં જ્વેલરીના શોરૂમમાં વાછરડાં માટે શૉપિંગ
5th March, 2021 11:55 IST