અમદાવાદમાં સાડાત્રણ વર્ષની છોકરીના પેટમાંથી સાડાચાર કિલોની ગાંઠ નીકળી

Published: 19th February, 2021 11:08 IST | Shailesh Nayak | Ahmedabad

લાખમાં માંડ એક વ્યક્તિમાં જોવા મળતા ઇન્ટ્રા ઍબ્ડોમિનલ માસ વિથ સિસ્ટિક ડિસ્ટેન્શનના કિસ્સામાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબોએ ઑપરેશન કરી ગાંઠ દૂર કરી બાળકીને સ્વસ્થતા બક્ષી

પેટમાંથી સાડાચાર કિલોની ગાંઠ ઑપરેશનથી દૂર થયા પછી મિતવા લખતરિયા.
પેટમાંથી સાડાચાર કિલોની ગાંઠ ઑપરેશનથી દૂર થયા પછી મિતવા લખતરિયા.

લાખમાં માંડ એક વ્યક્તિમાં જોવા મળતા ઇન્ટ્રા ઍબ્ડોમિનલ માસ વિથ સિસ્ટિક ડિસ્ટેન્શનના ‌કિસ્સામાં અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલના તબીબોએ સાડાત્રણ વર્ષની બાળકીના પેટમાંથી સાડાચાર કિલોની ગાંઠ કાઢીને તેને સ્વસ્થતા બક્ષી હતી.

અમદાવાદમાં રહેતા રસિક લખતરિયાની દીકરી મિતવાનું પેટ સતત ફૂલતુ જતું હતું અને તેને પેટમાં સખત દુખાવો થતો હતો. તેને સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, જ્યાં તબીબોએ સીટી સ્કૅન કર્યા બાદ ઑપરેશન હાથ ધર્યું હતું. મિતવાના પેટના ભાગે ઓમેન્ટમમાં મોટું કહી શકાય એવુ ઇન્ટ્રા-ઍબ્ડોમિનલ સિસ્ટિક લેઝન હતું. આખા પેટને આવરી લે એટલું મોટું હતું. જે ગાંઠ હતી એનું વજન આશરે ૪.૫ કિલો હતું. પીડિયાટ્રિક ડૉ. જયશ્રી રામજી અને ઍનેસ્થેસિયાનાં ડૉક્ટર ભાવના રાવલ તેમ જ તેમની ટીમના તબીબોએ ઑપરેશન કરીને ગાંઠ કાઢી નાખી હતી. ઑપરેશન બાદ મિતવાએ સ્વસ્થતા કેળવી લીધી હતી અને તેનું પેટ ફરી સામાન્ય આકારમાં આવી ગયું હતું. મિતવાની પેટની મુશ્કેલી દૂર થતાં તેને સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK