Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે ગુજરાતમાં ડિજિટલી ચૂકવી શકાશે ટ્રાફિક દંડ, બેંકો સાથે વાટાઘાટો શરૂ

હવે ગુજરાતમાં ડિજિટલી ચૂકવી શકાશે ટ્રાફિક દંડ, બેંકો સાથે વાટાઘાટો શરૂ

21 September, 2019 11:54 AM IST | અમદાવાદ

હવે ગુજરાતમાં ડિજિટલી ચૂકવી શકાશે ટ્રાફિક દંડ, બેંકો સાથે વાટાઘાટો શરૂ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


હવે જો તમને ટ્રાફિક પોલીસનો મેમો મળે છે અને તમારી પાસે પૈસા નથી..તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જલ્દી જ ગુજરાતમાં ટ્રાફિક પોલીસ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન એપ્સથી પેમેન્ટ લેવાની તૈયારી કરી રહી છે. નાગરિકોને સરળતા રહે અને દંડની વસુલાતમાં સંપૂર્ણ પારદર્શકતા જળવાય તે માટે રાજ્યના ગૃહ વિભાગે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ લાગુ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે બેંક સાથે વાટાઘાટો પણ શરૂ કરવામાં આવી છે. જે બાદ નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવશે.

ચાર શહેરોમાં પ્રારંભિક તબક્કે થશે લાગૂ
નવી વ્યવસ્થાને મંજૂરી મળી હતા તે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિક પોલીસને સ્વાઈપ મશીન આપવામાં આવશે. જેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી ઓનલાઈન પેમેન્ટ વસૂલ શકાશે.

પારદર્શિતા લાવવાનો પ્રયાસ
હાલ રાજ્યમાં ટ્રાફિક પોલીસ મેન્યુઅલી દંડ વસુલે છે. જેના કારણે ઘણી વાર લેતી-દેતીની ફરિયાદો પણ સામે આવે છે. આ પ્રકારની ફરિયાદોનું નિવારણ લાવવા માટે ગૃહ વિભાગ ઓનલાઈન પેમેન્ટ શરૂ કરી રહી છે. આ પદ્ધતિથી ટ્રાફિકના નિયમોના અમલની કામગીરીમાં પારદર્શકતા આવશે.

પૈસા નથીનું બહાનું નહીં ચાલે
ઘણી વાર કોઈ એવું પણ બહાનું કાઢે છે કે, તેમની પાસે પૈસા નથી. પરંતુ હવે એવું નહીં ચાલે. કારણ કે પોલીસ ડિજિટલ પેમેન્ટ મોડ સાથે તૈયાર છે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો



નવા નિયમનો થોડાક દિવસ અમલ કર્યા બાદ હવે તે લંબાવાયો છે. ત્યારે અત્યાર સુધી જે લોકોએ દંડ ભર્યો છે તેમને દંડ પાછો નહીં મળવાની સ્પષ્ટતા પણ વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ કરી છે. વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 11:54 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK