ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંબંધો વણસેલા છે ત્યારે પાકિસ્તાન ભારતમાં કંઈક મોટું ષડ્યંત્ર કરવાની કોશિશ કરતું રહે છે. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પાકિસ્તાની આતંકવાદીઓ અને તાલીમબદ્ધ કમાન્ડો ગુજરાતમાં ઘૂસી જવાની પેરવી કરી
રહ્યા છે.
ગુજરાતના સમુદ્રકિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ જોવા મળતાં ભારતની સુરક્ષા-એજન્સીઓ અને કોસ્ટલ એરિયામાં સઘન પૅટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલાં મળતી માહિતી પ્રમાણે જામનગરના દરિયાકિનારે શંકાસ્પદ હિલચાલ દેખાતાં એજન્સીઓ સર્તક થઈ ગઈ છે. એજન્સીઓને શંકા છે કે જામનગરના દરિયાકિનારેથી કચ્છના હરામી નાળા પાસેના વિસ્તારમાંથી પાકિસ્તાન પોતાના ઘૂસણખોરોને ઘુસાડી શકે છે.
ઘૂસણખોરીની શંકાએ સુરક્ષા-એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા-એજન્સીઓ દ્વારા કોસ્ટલ એરિયામાં સઘન પૅટ્રોલિંગ હાલ ચાલી રહ્યું છે. દરિયાકિનારાના વિસ્તારોમાં હલચલ દેખાતાં કચ્છ કલેક્ટર, એસપી સહિતના તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે અને સર્તક રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર
Dec 07, 2019, 10:52 ISTઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
Dec 07, 2019, 10:39 ISTજામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ
Dec 06, 2019, 09:01 ISTકોણ કહે છે મંદી છે? જામનગરમાં લગ્નની જાનમાં સવા કરોડની રોકડ ઉછાળી
Dec 02, 2019, 08:39 IST