અમદાવાદમાં ત્રાસવાદી હુમલાની છે દહેશત: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Published: Feb 03, 2020, 11:56 IST | Ahmedabad

અમદાવાદમાં ફરી એક વાર આતંકવાદી હુમલાની દહેશન અમદાવાદ પોલીસ કમિશનરે વ્યક્ત કરી છે.

પોલીસ કમિશનર આશિષ ભાટિયા
પોલીસ કમિશનર આશિષ ભાટિયા

અમદાવાદમાં ફરી એક વાર આતંકવાદી હુમલાની દહેશન અમદાવાદ પોલીસ કમિશનરે વ્યક્ત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદમાં આતંકવાદી હુમલાની દહેશતના પગલે તમામ શૉપિંગ મૉલની સુરક્ષા વધારવા માટે આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં પોલીસનાં વાહનો પર એલઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેમ જ સાઇબર મીડિયા પ્લૅટફૉર્મ ટેલિગ્રામ પર ચૅનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવાં સંગઠનો દ્વારા શાંતિ ડહોળવાનો ધમકી ભર્યો ઈ-મેઇલ ગુપ્તચર એજન્સીઓને મળ્યો હતો જે બાદ અમદાવાદ પોલીસ કમિશનરે અલર્ટ રહેવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પોલીસવાહન પર એલઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટેલિગ્રામ ચૅનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવાં સંગઠનો દ્વારા આંતરિક શાંતિને ડહોળવાનો ધમકી ભર્યો ઈ-મેઇલ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળ્યો છે જેથી અમદાવાદ શહેર વસ્તીની દૃષ્ટિએ મોટું અને આર્થિક રીતે મહત્ત્વનું શહેર હોવાથી શહેરમાં ઇન્ટરનૅશનલ અને નૅશનલ અલગ-અલગ બ્રૅન્ડના શૉપિંગ મૉલ આવેલા છે.

આ પણ વાંચો : અમદાવાદ : ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમ નજીક ખાસ હેલિપૅડ બંધાશે

શૉપિંગ મૉલમાં પ્રવેશતાં તમામ વાહનો ઊંડાણપૂર્વક ચેકિંગ કરવું અને મૉલમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓના સામાન, હેન્ડ બૅગ માટે સ્કેનર મશીનનો ઉપયોગ કરવો તેમ જ વાહનનું પણ ચેકિંગ કરવું તથા ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસને અલર્ટ રહેવા આદેશો આપવામાં આવ્યા છે. આ જાહેરનામું ૩૧ માર્ચ સુધી અમલી રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK