Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતાં મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી

ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતાં મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી

04 October, 2019 08:37 AM IST | સુરત

ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતાં મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી

ટ્રાફિક

ટ્રાફિક


સુરતનો એક વ‌િડિયો સામે આવ્યો છે જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે.

આ ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક-પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લૅક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક-પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું, જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નૌટંકી શરૂ કરી હતી એટલું જ નહીં, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસને ગાળો પણ આપી હતી.



આ પણ વાંચો : બોલો, ગુજરાતીઓની બેંગકોક જવાની સંખ્યામાં વધારો થતાં નવી ફ્લાઇટ શરૂ કરાઇ


આ દંડ ભરવાથી બચવા માટે મહિલાએ રોડ પર ભારે નૌટંકી કરી હતી. તેમ જ પોતે પીડિત છે એવું બતાવવા માગતી હતી. પહેલાં તો પોલીસ કર્મચારી સાથે બબાલ અને મારામારી કર્યા બાદ મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 08:37 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK