સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચીઃ છ મહિના આચર્યું દુષ્કર્મ

Published: Dec 29, 2019, 09:27 IST | Surat

સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી ૧૫ વર્ષીય કિશોરી ૬ મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિને વેચાઈ હતી, જેણે ૬ મહિના સુધી અમદાવાદમાં લાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી જાય છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી ૧૫ વર્ષીય કિશોરી ૬ મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિને વેચાઈ હતી, જેણે ૬ મહિના સુધી અમદાવાદમાં લાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ સુરત પોલીસે અમદાવાદમાંથી આ વ્યક્તિને ઝડપીને કિશોરીને છોડાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : તીડથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે રાહતઃ હેક્ટર દીઠ 13,500 રૂપિયાની સહાય ચૂકવાશે

સુરતના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી ૧૫ વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. આવા સમયે પોલીસને બાતમી મળી હતી કે, એક સગીરા અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે, ત્યારે પોલીસે અમદાવાદ આવીને ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી સુરતની ૧૫ વર્ષીય સગીરા મળી આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK