સુરતઃ પૂર્વ પત્નીના વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા શખ્સની ધરપકડ

Published: Oct 09, 2019, 12:26 IST | સુરત

સુરતમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જે પૂર્વ પત્નીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

31 વર્ષના હીરાઘસુની તેની પૂર્વ પત્નીને બ્લેકમેઈલ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદના આધારે તેના પર IT એક્ટ અંતર્ગત કાર્રવાઈ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધર્મેશ વેગડે મહિલા જ્યારે તેમના પત્ની તરીકે તેની સાથે હતા ત્યારે તેમને કેટલી ઉત્તેજક વસ્તુઓ હાથમાં પકડાવીને વીડિયો લીધા હતા. થોડા સમય પહેલા મહિલા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેમના સપ્ટેમ્બરમાં છૂટાછેડા થઈ ગયા હતા. મહિલાની ફરિયાદ છે કે તેનો પૂર્વ પતિ જો તે પાછી નહીં ફરે તો, તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. સતત મળતી ધમકીઓથી કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ડિસેમ્બર 2016માં બંનેના લગ્ન થયા હતા. આરોપી તેને મોબાઈલ ફોનમાં ચેટિંગ એપ્લિકેશનથી વીડિયો શેર કરવાનું કહેતો અને તેને મોબાઈલમાં સેવ કરીને રાખતો હતો. મહિલાએ તેના પરિવારજનોને આ વિશે વાત કરતા તેમણે સંબંધો ખતમ કરવાની સલાહ આપી હતી.

આ પણ જુઓઃ બાળપણથી જ લેખક બનવા માંગતા હતા 'ચાસણી'ના રાઈટર મંથન જોશી

પોલીસની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે આરોપીએ દીપ નામથી ફેસબુક પેજ બનાવ્યું હતું અને તેની પત્નીને તેના વીડિયોઝ મોકલ્યા હતા. જ્યારે ફરિયાદીએ તેને પુછ્યું કે આ વીડિયો તેમની પાસે ક્યાંથી આવ્યા. ત્યારે તેણે પોતાની ઓળખ છતી કરી હતી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK