Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ખુશીની લહેર:જૂના જીન્સમાંથી વિદ્યાર્થી માટે સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી

ખુશીની લહેર:જૂના જીન્સમાંથી વિદ્યાર્થી માટે સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી

15 June, 2019 08:50 AM IST | સુરત

ખુશીની લહેર:જૂના જીન્સમાંથી વિદ્યાર્થી માટે સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી

જૂના જીન્સમાંથી વિદ્યાર્થી માટે સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી

જૂના જીન્સમાંથી વિદ્યાર્થી માટે સ્કૂલ બેગ તૈયાર કરવામાં આવી


જૂનાં અને ફાટી ગયેલાં જીન્સ પૅન્ટમાંથી બનેલી સ્કૂલબૅગ મળતાં સુરત નજીક આવેલા પોંસરા ગામની પ્રાથિમક સ્કૂલના જરૂરિયાતમંદ ૧૩૬ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જૂનાં જીન્સ પૅન્ટમાંથી ૧૫૦ સ્કૂલબૅગ તૈયાર કરીને સુરત પાસે આવેલા પોંઇરા ગામની પ્રાથિમક સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નવી સ સ્કૂલબૅગ મળતાં તેઓ ખુશ થઈ ગયા હતા.જોકે સ્કૂલમાં ૧૩૬ વિદ્યાર્થીઓ હાજર હોવાથી આ વિદ્યાર્થીઓને બૅગ આપવામાં આવી હતી.

રૂપલ દામાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સ્કૂલનાં બાળકોને હાથમાં તેમ જ પ્લાસ્ટિક બૅગમાં પુસ્તકો અને નોટબુક મૂકીને લાવતાં જોયાં હતાં ત્યારે થયું કે આ જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલબૅગ આપું. આ માટે અભિયાન શરૂ કરતાં અમને સારો રિસ્પૉન્સ મળ્યો અને અમારા ટાર્ગેટ પ્રમાણે ૧૫૦ જૂનાં જીન્સ મળ્યાં હતાં. આ ઉપરાંત બીજાં ૧૭૫ જીન્સ અમને મળ્યાં છે. અમારી આ વાત મુંબઇઈ સુધી પહોંચતાં ભિવંડીમાંથી પણ ૩૦૦ જૂનાં જીન્સ પૅન્ટ મોકલવામાં આવશે.



આ પણ વાંચો : તાલાલા-સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદ, વાહનવ્યવહાર ઠપ થયો


આ ઉપરાંત પોંસરા ગામની સ્કૂલમાં સ સ્કૂલબૅગ આપ્યા પછી સુરત અને ભરૂચમાંથી પણ અમને જીન્સ પૅન્ટ મોકલાવવા રિસ્પૉન્સ મળ્યો છે. આ બધાં જીન્સ પૅન્ટ જેમ-જેમ આવશે તેમ એમાંથી સ્કૂલબૅગ બનાવીને હવે સુરતની જે. સી. મુનશી સ્કૂલ અને સુરત પાસે આવેલા ખરવાસા ગામની આશ્રમશાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ ૪૦૦થી વધુ બાળકોને સ્કૂલબૅગ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 08:50 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK