Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતઃ જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ

સુરતઃ જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ

28 October, 2019 07:56 AM IST | સુરત

સુરતઃ જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સુરતમાં દિવાળી તહેવારોમાં દરેક વેપારીઓને ચાંદી જ ચાંદી થઈ છે ત્યારે એક જ્વેલર્સને દિવાળીએ જ દેવાળું ફુંકાયું છે. સુરતના ઘટનાની જાણ થતાં પુણા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇમાતા ચોકમાં વિધાતા જ્વેલર્સ આવેલું છે. શનિવારે સાંજના સુમારે ચારથી પાંચ જેટલા લૂંટારુઓ બુકાની બાંધી અને હેલ્મેટ પહેરીને હથિયાર સાથે વિધાતા જ્વેલર્સમાં ઘૂસ્યા હતા અને બંદૂકની અણીએ જ્વેલર્સમાં રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દુકાનમાં હાજર વેપારીઓને બંદૂકની અણીએ ડરાવીને લૂંટ ચલાવવાની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.
ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને બીજા વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. વેપારીએ પોલીસને જાણ કરતાં તાબડતોબ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે એફએસએલની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ



સીસીટીવીમાં દેખાય છે એમ ત્રણ યુવકોએ મોઢાં ઉપર રૂમાલ બાંધ્યો છે અને બે યુવકોએ માથે હેલ્મેટ પહેરી છે. આ લૂંટારુઓ દુકાનમાં પ્રવેશે છે અને વેપારીને બંદૂક બતાવીને ડરાવી દુકાનમાં રહેલા દાગીનાના બોક્સ એક થેલામાં ભરે છે. આ લૂંટારુઓને જાણે પોલીસનો ડર ન હોય એમ બિન્દાસ દાગીના લૂંટી થેલામાં ભરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના બાદ પોલીસે ટીમ બનાવીને અલગઅલગ વિસ્તારમાં દોડાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 07:56 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK