પહેલા નોરતાથી ગુજરાત એસટીની પૅસેન્જરોને ભાડાવધારાની ગિફ્ટ

Published: 28th September, 2011 18:43 IST

અમદાવાદ: આજથી શરૂ થતી નવરાત્રિમાં નોરતાના પ્રથમ દિવસથી જ ગુજરાત એસટી નિગમે એની લોકલથી લઈને લક્ઝરી બસોનાં ભાડાંમાં એકથી નવ રૂપિયાનો વધારો કરીને પૅસેન્જરોને નવરાત્રિની ભાડાવધારાની ગિફ્ટ આપી છે!

 

ડીઝલ અને સીએનજીમાં થયેલા ભાવવધારાને કારણે તેમ જ મોંઘવારી તથા સ્પેર પાર્ટ્સના ખર્ચને કારણે એસટી નિગમને ૧૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવા પામ્યો છે, જે માટે ૧૫ ટકા ભાવવધારો જરૂરી હતો, પરંતુ ગુજરાત સરકારે ૧૦.૬૯ ટકા ભાડાવધારો કરવાનો નર્ણિય કર્યો છે. આ ભાડાવધારાને કારણે આજથી સ્ટેજદીઠ લોકલ એસટી બસસર્વિસમાં એકથી બે રૂપિયાનો ભાડાવધારો કર્યો છે. એક્સપ્રેસ સર્વિસમાં બેથી ૬ રૂપિયાનો ભાડાવધારો, ગુર્જર નગરીમાં એકથી સાત રૂપિયાનો ભાડાવધારો, લક્ઝરી સર્વિસમાં એકથી નવ રૂપિયાનો ભાડાવધારો અને શહેરી સર્વિસમાં એક રૂપિયાનો ભાડાવધારો કર્યો છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK