ગુજરાત: સ્કૂલોની ફી 5થી 10 ટકા વધશે, પણ રિક્ષાભાડામાં 200 રૂપિયાનો વધારો

Published: May 06, 2019, 08:50 IST | (જી.એન.એસ.) | અમદાવાદ

રાજ્યભરની શાળાઓમાં આજથી વિધિવત્ ઉનાળુ વેકેશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે.

સ્કૂલોની ફી 5થી 10 ટકા વધશે
સ્કૂલોની ફી 5થી 10 ટકા વધશે

રાજ્યભરની શાળાઓમાં આજથી વિધિવત્ ઉનાળુ વેકેશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. પરંતુ શાળાનું વેકેશન ખૂલતા જ વાલીઓને ઝટકો લાગી શકે છે. વાલીઓ પહેલાથી જ પોતાના વિદ્યાર્થીઓની મસમોટી ફીના કારણે પરેશાન છે, ત્યારે હાલ એક માઠા સમાચાર મળી રહ્યાં છે.

શાળાનું વેકેશન ખૂલતા જ વાલીઓને પોતાનાં બાળકોની સ્કૂલ ફીમાં ૫થી ૧૦ ટકા વધવાની શક્યતા દેખાઇ રહી છે. આ સિવાય સ્કૂલ રિક્ષાના ભાડામાં પણ નવા સત્રથી વધારાની શક્યતા દેખાઇ રહી છે. હાલ મળતી માહિતી પ્રમાણે સ્કૂલ ભાડામાં રૂપિયા ૨૦૦નો વધારો થઈ શકે છે સાથે બાળકોની સ્ટેશનરી પણ ૫ ટકા મોંઘી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, રાજ્યભરની શાળાઅોમાં આજથી વિધિવત્ ઉનાળુ વેકેશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. શનિવારે ઉત્તરવહી ચકાસણી અને વિવિધ વર્ગોનાં પરિણામની કામગીરી પૂર્ણ કરવાની સાથે જ હવે શિક્ષકો પણ ૩૫ દિવસના વેકેશનની મોજ માણશે. જ્યારે ૧૦ જૂનથી ૨૦૧૯-૨૦નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ફરીવાર શાળા પરિસર ટાબરિયાઓના શોરબકોરથી ગૂંજી ઊઠશે.

આ પણ વાંચો : ગુજરાત: સાવધાન... ત્રણ દિવસ પછી ફરી હીટ વેવ

ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિડયુલ પ્રમાણે ચાલુ વર્ષે ૬ મેથી ૯ જૂન સુધીનું ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. મોટા ભાગની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૫ એપ્રિલ સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાઇ હતી. તે સાથે જ વિદ્યાર્થીઅોએ વેકેશનની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK