આઠ વર્ષની બાળકીને તે બગીચામાં પરિવારજનો સાથે સૂતી હતી ત્યાંથી ઉઠાવી જઈ નજીકના નાળા નીચે લઈ જઈ દુષ્કર્મ આચરી લોહીલુહાણ કરી નાખનારા ભારતનગરના હરદેવ મશરુ માંગરોલિયાને બે દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોઈ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરી રહી છે. ઓળખ પરેડની કાર્યવાહીમાં પણ ભોગ બનેલી બાળાએ તેને ઓળખી બતાવ્યો હતો. એ પછી બપોર બાદ હવસખોર હરદેવને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી. પોલીસની જીપમાંથી તે બિન્દાસ્ત ઊતર્યો હતો, ચહેરા પર જરા પણ અફસોસના ભાવ દેખાતા નહોતા. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સાથે ચાલતો ચાલતો તે બધાને એ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તેણે બાળા પર હેવાનિયત આચરી હતી. નીચે બેસીને તેણે જગ્યા બતાવી હતી. પોલીસની આ કાર્યવાહી નિહાળવા લોકોના ટોળેટોળા અમૂલ સર્કલ પાસે ઊમટી પડ્યા હતા. લોકોએ કાર્યવાહી વખતે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો
હરદેવ ગત શુક્રવારે રાતે ચિક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સૂતેલી જોઈને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો, પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સૂતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે ડૂમો દઈ નજીકના પુલ નીચે લઈ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળું કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળા આ હેવાનિયતને કારણે લોહીલુહાણ થઈ ગયા પછી તે કપડા પહેરી હમણાં આવું તેમ કહીને બાળાને ત્યાં જ મૂકી ભાગી ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચર્યું એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઈ સૂઇ ગયો હતો.
લાપતા ચાર યુવકોની કાર મેંદરડા નજીક ઓઝત નદીમાં ખાબકી હતી, ચારેયનાં મોત
Dec 11, 2019, 10:00 ISTઅમદાવાદમાં દારૂની મહેફિલ માણતા રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરની ધરપકડ
Dec 10, 2019, 19:10 ISTગુજરાત લજવાયું : અમદાવાદ, વડોદરા, રાજકોટમાં મહિલાઓ સાથે દુષ્કર્મ
Dec 08, 2019, 11:34 IST૪૦થી વધુ ગાયોનાં મોતથી હાહાકાર, મનપા-કમિશનરને રજૂઆત કરતાં ગૌરક્ષકોની અટકાયત
Dec 04, 2019, 09:21 IST