રાજકોટઃ જનતાના રક્ષકોને બાંધવામાં આવી રાખડી

Published: Aug 14, 2019, 15:57 IST | રાજકોટ

રાજકોટ શહેરમાં રક્ષાબંધનની ખાસ ઉજવણી કરવામાં આવી. શહેરના મેયરે પોલીસ કમિશ્નરને રાખડી બાંધી.

રાજકોટના મેયરે પોલીસ કમિશ્નરને બાંધી રાખડી
રાજકોટના મેયરે પોલીસ કમિશ્નરને બાંધી રાખડી

જનતાના રક્ષકોને રાજકોટમાં રાખડી બાંધવામાં આવી. રાજકોટ શહેર પોલીસ દ્વારા રાખી ફોર ખાખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના પ્રથમ નાગરિક બીના બહેને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબને રાખડી બાંધી. આ કાર્યક્રમમાં શહેરના માનનીય નાગરિકો અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. અને પોલીસકર્મીઓને રાખડી બાંધી. પોલીસે પણ બહેનોને ભેટ રૂપે તુલસીના રોપા અને સાયબર ક્રાઈમની જાગૃતિ માટે બુક પણ આપવામાં આવી.

RJT RAKHDI

રાજકોટ કલેક્ટર ઑફિસમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સની ટીમના જવાનોના પણ રાખડી બાંધવામાં આવી. શાળાની નાની નાની બાળકોએ NDRFના જવાનોનો રાખડી બાંધી અને તેમની રક્ષાની કામના કરી. ભાઈઓને રાખડી બાંધી મો પણ મીઠું કરાવવામાં આવ્યું. રાજકોટના પોલીસ અને શાસકોના આ પ્રયાસ પ્રશંસનીય છે. કારણ કે જે લોકો નાગરિકોની રક્ષા કરે છે, તેમની રક્ષાની કામના કરવામાં આવી.

RAJKOT RAKHI


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK