રાજકોટઃ૨૦૧૭માં ખોડિયારનગરમાં ટાઇમબૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

Published: Oct 28, 2019, 07:53 IST | રાજકોટ

૧૪ ફેબ્રઆરી ૨૦૧૭ના રોજ દલપત વ્યાસ નામના વ્યક્તિના ઘરની બહાર દેશી ટાઇમબૉમ્બ મૂકવામાં આવ્યો હતો. રાત્રીના સમયે આ બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા હતો.

બોમ્બની ફાઈલ તસવીર
બોમ્બની ફાઈલ તસવીર

રાજકોટમાં બે વર્ષ પૂર્વે ખોડિયારનગરમાંથી ટાઇમબૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. જો કે ટેક્નિકલ ખામીના કારણે ટાઇમબૉમ્બ ફૂટયો ન હતો જેથી મોટી હોનારત થતાં બચી ગઈ હતી. ત્યારે છેલ્લાં બે વર્ષથી ટાઇમબૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ફરાર હતો જેની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી છે.
છેલ્લાં બે વર્ષથી ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસ જેને શોધી રહી હતી તે દિનેશ ગીણોયા એક બાદ એક સ્થળ બદલતો રહેતો હતો. રાજકોટ એસઓજીના હાથે મુખ્ય આરોપી દિનેશ ગીણોયા ત્યારે ઝડપાયો જ્યારે તેણે જામીન પર છૂટેલ પ્રેમિકા અંજુના ઘરે મળવા જવા માટે અંજુને કૉલ કર્યો.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

૧૪ ફેબ્રઆરી ૨૦૧૭ના રોજ દલપત વ્યાસ નામના વ્યક્તિના ઘરની બહાર દેશી ટાઇમબૉમ્બ મૂકવામાં આવ્યો હતો. રાત્રીના સમયે આ બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી દિનેશ ગીણોયા પોતે ઇલેક્ટ્રિશિયન હોવાથી દેશી ટાઇમબૉમ્બ બનાવવાની પદ્ધતિ જાણતો હતો. જેના કારણે તેણે તેની પ્રેમિકા અંજુનું ઘર પચાવી પાડનાર દલપત વ્યાસના ઘરની બહાર બૉમ્બ પ્લાન્ટ કરવાનું નક્કી કર્યું હતું. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રાજકોટ પોલીસને શંકાસ્પદ વસ્તુ મળી આવ્યાનો ફોન આવતાની સાથે માલવિયા નગર પોલીસ, એસઓજી તેમ જ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બૉમ્બથી સૌપ્રથમ લોકોને દૂર કરી બૉમ્બને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK