વિરામ બાદ સૌરાષ્ટ્રમાં સાતમા નોરતે ધોધમાર વરસાદ, ગોંડલમાં 1 ઈંચ

Published: Oct 06, 2019, 09:02 IST | રાજકોટ

ગીર પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ તારાજી, પુલનું ધોવાણ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

૪થી ૫ દિવસના વિરામ બાદ ફરી સાતમા નોરતે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે ધોધમાર ૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. મહત્ત્વનું છે કે નવરાત્રિ પૂર્ણ થવામાં હવે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે ફરીથી વરસાદ શરૂ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેવડાવાળી મેઈન રોડ પર ડામરનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ ગીર ગઢડાના એભળવડ, વેલાકોટ, હરમડિયા અને પીંછવા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો.

ગોંડલથી ૬ કિલોમીટર દૂર વોરકોટડા ગામ વચ્ચેથી વિશાળ ગોંડલી નદી પસાર થાય છે. ચોમાસા દરમ્યાન અવારનવાર વોરકોટડા ગામ વિખૂટું પડી જતું હોય અને અનેક પ્રશ્નો સર્જાતા હોય છે આથી લોકોની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને લોકોની કપરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

આ પણ વાંચો : વાહનચાલકો આનંદો: હૅલ્મેટ અને પીયુસી કઢાવવાની મુદતમાં 15 દિવસનો વધારો

ગોંડલમાં પણ ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે. ગોંડલ તાલુકાના દેવચડી, શિવરાજગઢ, માંડણ અને કુંડલા સહિતનાં ગામોના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત રાત્રે પડેલા અતિ વરસાદના પગલે દેવચડી શિવરાજગઢ, મોવિયા સહિતનાં ગામોમાં ૫ થી ૬ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોની મગફળી પાણીનાં પ્રવાહ સાથે તણાઈ ગઈ હતી. ખેડૂતોનાં મોંઘાં બિયારણ તેમ જ દવાઓના ખર્ચથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK