રાજકોટઃ પાઈપ લાઈનમાં ભંગાણ થતા ભર ઉનાળે વેડફાયું લાખો લિટર પાણી

Updated: May 17, 2019, 14:34 IST | રાજકોટ

રાજકોટ પાસે આવેલા ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે લાખો લિટર પાણી વેડફાયું.

રાજકોટમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
રાજકોટમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ

એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યા બીજી તરફ રાજકોટમાં ભરઉનાળે પાણીની રેલમછેલ થઈ. રાજકોટના ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું. આટલું બધું પાણી વેડફાતું હોવા છતા તંત્રને જાણે કાંઈ ખબર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

RAJKOT WATER

લાખો લિટર પાણી વેડફાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ઉનાળામાં એક તો સ્થાનિકોને પુરો પાણીનો પુરવઠો નથી મળી રહ્યો ત્યારે જ પાઈપ લાઈનમાં ભંગાણ થતા તંત્ર ઉંધા માથે જોવા મળ્યું. આ ભંગાણને રીપેર કરતા 24 કલાક જેટલો સમય લાગવાની શક્યતા છે.

RAJKOT WATER

કેનાલમાં ભંગાણ પડવાના કારણે આસપાસના વિસ્તારના પાણી પુરવઠાને અસર પડી છે. હાલ પાણીનું પમ્પિંગ બંધ કરવામા આવ્યું છે. જે કેનાલનું સમારકામ થયા બાદ જ શરૂ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK