અમદાવાદમાં મેઘમલ્હાર, હજી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Published: Sep 26, 2019, 07:54 IST | અમદાવાદ

શહેરના બોપલ, સરખેજ, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદમાં મેઘમલ્હાર
અમદાવાદમાં મેઘમલ્હાર

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના બોપલ, એસજી હાઇવે, સરખેજ, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
શહેરના વાતાવરણમાં બપોરથી પલટો જોવા મળ્યો હતો. હાલમાં ધોળા દિવસે અંધકાર છવાયેલો જોવા મળ્યો છે. સવારે વાપીમાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રીએટ થયા બાદ એ ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદીઓના એક ફોનથી પૂરાઈ જશે ખાડા, આ છે AMCની નવી સ્કીમ

હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે આજે અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK