રાજ્યમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, પોલીસ કાર્યવાહીથી રોષ
શિક્ષકોની હડતાલ બની ઉગ્ર
પાટનગર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિધાનસભાનો ઘેરાવ કરવાના આયોજનના કારણે ચારેબાજુ રસ્તાઓ સીલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની બહાર ઘેરાવ કરવા માટે પહોંચેલા શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી લગભગ એક હજાર શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીનગર જઈ રહેલા શિક્ષકોની પણ અટકાયત કરવામાં આવી.
રાજકોટ-જામનગરના શિક્ષકોની અટકાયત
ADVERTISEMENT
વિધાનસભાનો ઘેરાવ કરવા માટે આવી રહેલા શિક્ષકોની ધરપકડના આદેશ કરવામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહીની શરૂઆત થઈ છે. પોલીસે ગાંધીનગર પહોંચે તે પહેલા જ જામનગર અને રાજકોટ જિલ્લાના 30 જેટલા શિક્ષકોની અટકાયત કરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર : વિધાનસભાનું ઘેરાવ કરવા આવેલા 1000થી વધુ શિક્ષકોની અટકાયત
શિક્ષકો કેમ ઉતર્યા હડતાલ પર?
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો તેમના પડતર પ્રશ્નોના મુદ્દા આજથી હડતાલ પર ઉતર્યા છે. શિક્ષકોની માંગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે. અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમાં પગાર પંચનો અમલ થાય.