(રશ્મિન શાહ)
રાજકોટ, તા. ૧૩
અગાઉ અનેક વખત સર્વે થયા છે અને એ સર્વેમાં સૌથી કામચોર અને ભ્રષ્ટ સરકારી ડિપાર્ટમેન્ટ તરીકે પોલીસ-ડિપાર્ટમેન્ટનું નામ આવ્યું છે. જોકે ભૂતકાળની આ વાતને ભવિષ્યમાં ગુજરાત સાથે કોઈ લેવાદેવા નહીં હોય, કારણ કે ગુજરાત સરકારે પોતાના જ પોલીસ-સ્ટાફ પર નજર રાખવા માટે પોલીસ-સ્ટેશનમાં સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા ફિટ કરવાનો નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણયનો અમલ કરીને ઑલરેડી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં ત્રણ-ત્રણ સીસીટીવી કૅમેરા મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના પોલીસ જનરલ પ્રવીણ સિંહાએ કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશનમાં લૉક-અપ, સ્ટેશન-ઑફિસરનું ટેબલ અને પોલીસ-ઇન્સ્પેક્ટરની ચેમ્બર એમ ત્રણ જગ્યાએ સીસીટીવી કૅમેરા મૂકવામાં આવ્યા છે. એનાથી આરોપી સાથે કઈ રીતનું વર્તન થાય છે, ફરિયાદ કરવા આવનારા સાથે સ્ટેશન-ઑફિસર કેવું બિહેવિયર કરે છે અને પોલીસ-ઇન્સ્પેક્ટર પોતાની ચેમ્બરમાં કેવું વર્તન કરે છે એ બધું જિલ્લા પોલીસ-મથકમાં જોઈ શકાશે. પોલીસ અને સોસાયટી વચ્ચે ટ્રાન્સપરન્સી આવે અને પોલીસમૅન પણ સભ્યતાથી વર્તે એ માટે આ સ્ટેપ લેવામાં આવ્યું છે.’
પોલીસ-સ્ટેશનમાં લગાવવામાં આવેલા આ સીસીટીવી કૅમેરા સાઉન્ડ પણ રેકૉર્ડ કરી શકતા હોવાથી લાંચ આપવાની કે માગવાની કોશિશ કરનારાઓ સામે પણ ઍક્શન લેવાનું કામ હવે સહેલું બનશે.
પોલીસ-સ્ટેશનમાં સીસીટીવી કૅમેરા ફિટ કરવા માટે હોમ મિનિસ્ટ્રીએ ૯૦ લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગર પછી હવે જામનગર અને પોરબંદર જિલ્લાનાં પોલીસ-સ્ટેશનોમાં સીસીટીવી કૅમેરા ફિટ કરવામાં આવશે.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTગુજરાતના બજેટમાં બુલેટ ટ્રેન માટે 1500 કરોડની ફાળવણી
4th March, 2021 10:00 ISTવડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
4th March, 2021 10:00 ISTમુંબઈમાં સોનું 292 રૂપિયા ઘટ્યું : ચાંદી 566 રૂપિયા સુધરી
4th March, 2021 08:41 IST