રાજકોટ : ચાર વર્ષ પછી ફરી એ જ યુવતી પર કર્યો રેપ

Published: Jul 17, 2019, 08:40 IST | રાજકોટ

જામીન પર છૂટેલા આરોપીએ હજી ત્રીજી વખત રેપ કરવાની ધમકી આપી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે પહેલો ગુનો ભૂલથી થઈ જાય છે, પણ વારંવાર એ જ ગુનો એ જ વ્યક્તિ સાથે કરવામાં આવતો રહે તો એને શું કહેવાય?

રાજકોટના ૪૮ વર્ષના ભગવાનજી રાઠોડે ચાર વર્ષ પહેલાં સંગીતા પટેલ (નામ બદલાવ્યું છે)નું અપહરણ કરીને તેના પર રેપ કર્યો હતો. એ કેસમાં પોલીસે તેની અરેસ્ટ પણ કરી. ૯ મહિના પહેલાં ગુજરાત હાઈ કોર્ટમાંથી તેને જામીન મળ્યા એટલે તે રાજકોટ આવ્યો અને જાન્યુઆરીમાં તે સંગીતાને લઈને ભાગી ગયો અને તેના પર ફરી રેપ કર્યો. ચાર વર્ષ પહેલાં સંગીતાની ઉંમર ૧૬ વર્ષની હતી અને હવે તે ૨૦ વર્ષની છે. સંગીતા પર રેપ કર્યા પછી ભગવાનજી ચાર દિવસ પહેલાં સંગીતાને પોતાના કાકાને ત્યાં મૂકીને બહારગામ ગયો હતો. કાકાને ત્યાંથી સંગીતા ભાગીને ઘરે આવી ગઈ અને ભગવાનજી વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં રણોત્સવને કારણે પાંચ વર્ષમાં 14 ટકા પ્રવાસીઓ વધ્યા : 18 કરોડની આવક

નકટાઈની ચરમસીમા એ છે કે ગઈ કાલે જ્યારે ભગવાનજીની રાજકોટ પોલીસે અરેસ્ટ કરી ત્યારે પોલીસની હાજરીમાં ભગવાનજીએ સંગીતાને કહ્યું કે ‘પાછો આવીશ ત્યારે ફરી તને ઉપાડી જઈશ.’ કેસની તપાસ કરતા અધિકારી એલ. ડી. સરવૈયાએ કહ્યું હતું કે ભગવાનજી કોઈ પણ હિસાબે સંગીતા સાથે લગ્ન કરવા માગે છે, પણ સંગીતા રાજી નથી એટલે તે આ રીતે સંગીતાને હેરાન કરીને તેની પાસે હા પડાવવા માગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK