Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં ઘરનું એક જ મહિનાનું પાણીનું બિલ 14,482 રૂપિયા

સુરતમાં ઘરનું એક જ મહિનાનું પાણીનું બિલ 14,482 રૂપિયા

05 November, 2019 08:30 AM IST | Surat

સુરતમાં ઘરનું એક જ મહિનાનું પાણીનું બિલ 14,482 રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરત પાલિકાએ અમરોલીના એક ગાળા ટાઇપ મકાનમાં એક મહિનાનું પાણીનું બિલ ૧૪,૪૮૨ રૂપિયા ફટકારી દીધું છે. નોકરીના પગાર જેટલું બિલ પાણીનું ફટકારી દેતાં મકાનમાલિક બહાવરા બની ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.

દિવાળી પહેલાંની મ્યુનિ.ની સામાન્ય સભામાં વરાછા-મગોબ વિસ્તારમાં ૨૪ કલાક પાણી પુરવઠાની દરખાસ્ત પર કૉન્ગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. ૨૪ કલાક પાણીના નામે લોકોને મસમોટાં બિલ ફટકારી દેવામાં આવશે તેવી ભીત‌િ કૉન્ગ્રેસે વ્યક્ત કરી હતી.



પાલિકાના કતારગામ ઝોનના કોસાડ રોડ પર ક્રિષ્નાનગર સોસાયટી આવી છે. આ સોસાયટીમાં ઘર નંબર ૧૦૬માં છેલ્લા ઘણા વખતથી પાણીનું બિલ ૮૮ રૂપિયા આવી રહ્યું છે.


છેલ્લા ચારેક માસથી મકાનમાલિક દ્વારા નિયમિત રીતે પાણીના બિલના પેટે ૮૮ રૂપિયાની રકમ ઑનલાઇન ભરી દેવામાં આવી છે. પરંતુ આ ઘરના પાણીના બિલ માટે ૧૯ ઑગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર સુધીની બિલ સાઇકલ આવી ત્યારે મકાનમાલિકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

સરેરાશ ૮૮ રૂપિયા મહિનાનું બિલ આવતું હતું એ મકાનમાં માત્ર ત્રણ વ્યક્તિ રહે છે એનું પાણીનું એક મહિનાનું બિલ ૧૪,૪૮૨ રૂપિયા ફટકારી દેવામાં આવ્યું છે. પોતાનો પગાર નથી એટલું પાણીનું બિલ આવી જતાં મકાનમાલિક અનેક જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે.


આ પણ વાંચો : Cyclone Maha Update: ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તોફાન, આ જિલ્લાઓમાં થશે વરસાદ

જોકે પાલિકાના વિવિધ વિભાગમાં રજૂઆત કરીને ન્યાય મેળવવા માટે ધરમધક્કા ખાઈ રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ખોટું બિલ આપ્યું હોવાની કબૂલાત કરવાના બદલે આ કનેક્શનમાંથી બોરિં‌ગમાં પાણી જતું રહ્યું હોવાનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. એક ઘરમાં આટલું મોટું બિલ જોઈને અન્ય લોકો પણ ગભરાઈ રહ્યા છે. પાલિકા તંત્ર આવી જ નીતિ રાખશે તો લોકો ૨૪ કલાક પાણીનો આક્રમક વિરોધ કરશે એ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 08:30 AM IST | Surat

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK