સુરતના ઓલપાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં ધડાકા

Updated: Jan 09, 2020, 11:45 IST | Surat

આ ઘટનામાં ટ્રક, બસ, ટેમ્પો અને ઑટો આગમાં બળીને ખાખ થઈ ગયા છે.

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં ધડાકા - તસવીર સૌજન્ય-ANI
ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં ધડાકા - તસવીર સૌજન્ય-ANI

ગુજરાતના સુરતમાં ગુરૂવાર એટલે આજે સવારે ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકમાં જોરદાર ધડાકો થયો છે. આ ઘટના સુરતના ઓલપાડ વિસ્તારમાં થયો છે. ટ્રકમાં લાગેલી આગ એક સ્કૂલ બસના અથડામણથી લાગી છે. બસમાં સવાર સ્કૂલના બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 

 

 

આ ઘટનામાં ટ્રક, બસ, ટેમ્પો અને ઑટો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પ્રચંડ ધડાતા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઈ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટના અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

સ્કૂલના બાળકોને બચાવવામાં આવ્યા
ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ સામે બાજુથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ સાથે સિમેન્ટ ભરેલા ટેમ્પોએ એક્સિડન્ટ સર્જ્યો હતો. જેથી સ્કૂલ બસમાં રહેલા 26 વિદ્યાર્થીઓને ડ્રાઈવર કન્ડક્ટરે સલામત રીતે ઉતાર્યા હતાં. બાદમાં બસમાં આગ લાગી ગઈ હતી.

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ઘટના સ્થળે ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK