Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધી પહેલી કોર ગ્રુપ બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધી પહેલી કોર ગ્રુપ બેઠક

22 July, 2020 03:42 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધી પહેલી કોર ગ્રુપ બેઠક

મૂળ મહારાષ્ટ્રીયન સી.આર.પાટીલ સુરત સ્થિત છે.

મૂળ મહારાષ્ટ્રીયન સી.આર.પાટીલ સુરત સ્થિત છે.


ભાજપાએ ત્રણ રાજ્યોમાં અધ્યક્ષની ઘોષણા કરી. હરિયાણામાં ઓમ પ્રકાશ ધનખડ (Omprakash Dhankhad), લદ્દાખમાં જાયાંગ સેરિંગ નામયાંગ (Jamyang Tsering Namgyal) તથા ગુજરાતમાં સી.આર. પાટીલ (C.R.Patil)ને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.

નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં પ્રથમ ભાજપ કોર ગ્રુપની બેઠક મળી છે. કોર ગ્રુપની આ બેઠકમાં આગામી સમયે આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર થશે. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ કોર ગ્રુપની બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીશ, પૂર્વે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપ સહસંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા,મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ,કે.સી.પટેલ,ભરતસિંહ પરમાર,ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ હાજરીમાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વર્તમાન કોરોના રોગચાળાની પરિસ્થિતિમાં કેવા પ્રકારે ચૂંટણી પ્રચાર અને જીતની રણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ અને સંગઠન અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ કોર ગ્રુપની બેઠક પૂર્ણ થયા સી.આર પાટીલ દિલ્હી પહોંચીને વડાપ્રધાનને મળશે. તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટીય અધ્યક્ષ જે.પી નડ્ડાની મુલાકાત કરી શુક્રવાર 24 જુલાઈ ખાતે સુરત જશે. 24 વર્ષે બાદ દક્ષિણ ગુજરાતને પ્રમુખ પદ મળ્યું છે. સુરત ખાતે નવા નિમાયેલા પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્વાગત ધામધુમથી કરાશે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 03:42 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK