Breaking: પ્રખર જ્યોતિષ બેજાન દારૂવાલાનું ન્યૂમોનિયાની સારવાર દરમિયાન નિધન

Updated: May 29, 2020, 19:19 IST | Gujarati Mid-Day Online Correspondent | Ahmedabad

ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાનું પ્રિડિક્શન કરનારા અને ગણેશા સ્પિક્સથી હજારો લાખો લોકોને રોજેરોજ ભવિષ્ય કથન પહોંચાનારા બેજાન દારૂવાલા પોતો ઝોહરાષ્ટ્રિયન ધર્મ પાળતા.

બેજાન દારૂવાળા
બેજાન દારૂવાળા

થોડા દિવસો પહેલાં જ સમાચાર મળ્યા હતા કે જાણીતા અને પ્રખર જ્યોતિષ બેજાન દારૂવાલા માંદા છે અને હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ચર્ચા એવી પણ હતી કે તેઓ કોરોના પૉઝિટીવ હતા પણ તેમને ન્યૂમોનિયા હતો અને તે માટે જ તેમની સારવાર ચાલતી હતી. ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાનું પ્રિડિક્શન કરનારા અને ગણેશા સ્પિક્સથી હજારો લાખો લોકોને રોજેરોજ ભવિષ્ય કથન પહોંચાડનારા બેજાન દારૂવાલા પોતો ઝોહરાષ્ટ્રિયન ધર્મ પાળતા.તેમણે મનમોહનસિંગ 2004માં વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી અને તે પણ એવા સમયે જ્યારે હજી UPA સરકાર સત્તા પર નહોતી આવી. કારગિલ યુદ્ધ અને ગુજરાતનો ભૂકંપ પણ તેમની આગાહીમાં કહેવાયા હતા.

તેમના દીકરા નસ્તુર દારૂવાલાએ એક મીડિયા હાઉસને પિતાનાં નિધન અંગે જાણ કરી હતી.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તે અમદાવાદ સ્થિત હતા. તેમની તબિયત બગડતાં તેમને એપોલો હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાં જ તેઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.શરૂઆતમાં એવી ચર્ચા થઇ હતી કે તેમને કદાચ કોરોના હોઇ શકે છે જો કે લક્ષણો શંકાસ્પદ હતા પણ તેમનો કોરના નહીં ન્યૂમોનિયા થયો હતો. તેઓ એક બહુ જ ખુશમિજાજી અને હેતાળ વ્યક્તિત્વ ધરાવતા હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK