આજે ગુજરાત ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારના દેવ દિવાળીના દિવસે અમદાવાદના (Ahmedabad) 2 ઓવરબ્રિજનું (OverBridge) ઇ-લોકાર્પણ કર્યું. શહેરના પકવાન તેમજ સરખેજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલ પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંન્ને ફ્લાયઓવર 71 કરોડને ખર્ચે બનાવાયા છે હવે લોકોને ટ્રાફિક જામ ની સમસ્યામાંથી મુક્તિ મળશે. આગામી બે વર્ષમાં ચિલોડાથી સરખેજ સુધીનો 44 કિલોમિટરનો હાઇવે ફોર લેનમાંથી સિક્સ લેન બનાવાશે.
આ પ્રોજેક્ટ રૂ. 867ના ખર્ચે બનશે અને ગાંધીનગર પહોંચવામાં માત્ર 20 જ મીનિટ લાગશે, હાલમાં આ સમય એક કલાકનો છે. નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ સિક્સ લેન ફ્લાયઓવર લગભગ 44 કિલોમીટરનો છે, જે આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. આ પ્રોજેક્ટથી એસ.જી હાઈવે પર થતી ટ્રાફિક સમસ્યાઓ હળવી બને તે માટે ફ્લાયઓવર પર કોઈ ક્રોસ જંક્શન અથવા ટ્રાફિક સિગ્નલો નહીં આવે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ્સમાં પોતાનો 50 ટકા હિસ્સો બહાર પાડ્યો છે, અને કામ માટે ટેન્ડર પણ આપવામાં આવ્યા છે. આ સિક્સ લેન ફ્લાયઓવરનું લોકાપર્ણ 23 સપ્ટેમ્બર 2018ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે થયું હતું. જેમાં આજે 30 નવેમ્બર 2020ના રોજ સરખેજ-ગાંધીનગર હાઈવે પર પકવાન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પર 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મુકાયા છે.
ટ્રાફિકની વધતી સમસ્યાને પગલે અહીં સિક્સ લેન પ્રોજેક્ટ કરવાની અરજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરી અને તની અનુમતિ મળતા આ પ્રોજેક્ટની જાહેરાત કરાઇ. આ સિક્સલેન હાઇવે પર લેન્ડ સ્કેપિંગ પણ કરાશે અને હાઇવેની બંન્ને તરફના રસ્તાઓ ગાર્ડનિંગ સહિત બનાવાશે સાથે હાઇ વે પરના બે રેલ્વે બ્રિજને પણ સાત-આઠ લેન પહોળા કરાશે.એસ.જી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ જંકશનથી ઝાયડસ હોસ્પિટલ સર્કલ સુધીનો એલિવેટેડ ફ્લાયઓવર ભારતનો પાંચમો સૌથી લાંબો એલિવેટેડ ફ્લાયઓવર હશે. દેશમાં પહેલો એલિવેટેડ ફ્લાયઓવર હૈદરાબાદમાં પીવીએનઆર, બીજો બેંગ્લોરમાં હોસુર રોડ એક્સપ્રેસ રોડ, ચેન્નાઇમાં ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ વે અને દિલ્હીમાં બાદરપુર એલિવેટેડ એક્સપ્રેસ વે છે.
સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું
31st December, 2020 14:27 ISTબીજેપીમાં મોટો ભૂકંપ
30th December, 2020 14:57 ISTBharat Bandh: ગુજરાતમાં બંધને મામલે કોંગ્રેસ અને ભાજપા સામસામે, CMએ કહ્યું આમ
8th December, 2020 09:08 ISTBJP નેતાની પૌત્રીના પ્રસંગ અંગે ગુજરાત હાઇકોર્ટે પોલીસને કર્યો આ સવાલ
2nd December, 2020 13:03 IST