મોદીના શાસનનાં દસ વર્ષ પૂરાં થતાં નાગરિકો ખાદી ખરીદે એ માટે જનજાગરણ અભિયાન

Published: 5th October, 2011 19:35 IST

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકાર શાસનનાં ૭ ઑક્ટોબરે ૧૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત બીજેપી દ્વારા ગુજરાતમાં ‘વિકાસનો દસકો’ દરમ્યાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના નારા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતમાં વધુ ને વધુ નાગરિકો-કાર્યકરો ખાદીની ખરીદી કરે એ માટે જનજાગરણ અભિયાન હાથ ધરવામાં આવશે.ગુજરાત બીજેપીના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ કહ્યું હતું કે ‘૭ ઑક્ટોબરે નરેન્દ્ર મોદીના શાસનને ૧૦ વર્ષ પૂરાં થઈને ૧૧મું વર્ષ શરૂ થશે. ૭થી ૧૧ ઑક્ટોબર સુધીના પાંચ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે. દરેક નગરોમાં વિકાસ-કૂચ યોજાશે. ૨૦ ઑક્ટોબર સુધીમાં ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો અને કાર્યકરો ખાદી ખરીદે એ માટે જનજાગરણ અભિયાન વડે ગુજરાતના ગરીબ પરિવારોના ઘરમાં વધુ દીપ પ્રગટાવવાના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને પ્રબળ બનાવવામાં આવશે.’

ગુજરાત બીજેપીના પ્રદેશ હોદ્દેદારોની ગઈ કાલે મળેલી બેઠકમાં ૬ અને ૭ નવેમ્બરે ગુજરાતમાં બીજેપીના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીની જન ચેતના યાત્રા આવશે એની તૈયારીને બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.


ગુજરાત બીજેપી મોદી શાસનના અગિયારમા વર્ષમાં પ્રવેશને વિકાસના દસકા તરીકે ઊજવવા માગે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK