Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના બાવીસ ગ્રાહક તો જાગ્યા, પણ મુંબઈમાં તો બધા શાંત

અમદાવાદના બાવીસ ગ્રાહક તો જાગ્યા, પણ મુંબઈમાં તો બધા શાંત

25 December, 2014 03:10 AM IST |

અમદાવાદના બાવીસ ગ્રાહક તો જાગ્યા, પણ મુંબઈમાં તો બધા શાંત

અમદાવાદના બાવીસ ગ્રાહક તો જાગ્યા, પણ મુંબઈમાં તો બધા શાંત





શૈલેશ નાયક

ગઈ કાલે અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ (અખિલ ભારતીય) દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ પ્લૅકાર્ડ, બૅનરો અને સૂત્રોચ્ચાર દ્વારા ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગ્રત કર્યા હતા ત્યારે બીજી તરફ છેલ્લા ૧૭ દિવસમાં અમદાવાદના બાવીસ ગ્રાહકોએ તેમના અધિકાર પ્રત્યે જાગૃતિ બતાવીને ૧૦૦ રૂપિયાનું ઇનામ મેળવ્યું છે.

હોટેલો-રેસ્ટોરાંમાં પૅક્ડ મિનરલ વૉટર-બૉટલના વધુ લેવાતા ભાવ સામે અમદાવાદની ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા ગ્રાહકોને જગાડવા અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં રેસ્ટોરાં પૅક્ડ મિનરલ વૉટર-બૉટલના મહત્તમ ભાવથી વધારે ચાર્જ વસૂલ કરે તો તેનું બિલ લઈને આવો અને ૧૦૦ રૂપિયાનું ઇનામ લઈ જાવ તેવી અનોખી સ્કીમ ૨૦૧૪ની ૭ ડિસેમ્બરે જાહેર કરી હતી જેમાં અત્યાર સુધીમાં અમદાવાદના બાવીસ ગ્રાહકોએ પોતાના અધિકાર વિશે જાગૃતિ બતાવીને પૅક્ડ મિનરલ વૉટર- બૉટલના મહત્તમ ભાવથી વધારે ચાર્જ વસૂલ કરનાર રેસ્ટોરાં–હોટેલમાંથી બિલ લઈને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં  બિલ રજૂ કરીને રૂપિયા ૧૦૦નું ઇનામ મેળવ્યું હતું.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં આઘાતજનક વાસ્તવિકતા એ છે કે છ કરોડથી વધુ જનસંખ્યા સામે દરરોજ સરેરાશ ૩૧  ગ્રાહકો જ કોર્ટ સુધી પહોંચે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ‘જાગો ગ્રાહક જાગો’નો પોકાર કરે છે, પરંતુ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે કાનૂની લડત આપવા ગ્રાહકો આગળ નથી આવતા. આથી ગ્રાહકોને જાગૃત કરાવવાના હેતુથી ગ્રાહક કોર્ટમાં કાનૂની લડત આપી કેસ જીતનાર ફરિયાદી ગ્રાહકોનું બહુમાન કરી પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવશે અને જજમેન્ટના ઑર્ડરની નકલ આપનાર ગ્રાહકોને પ્રોત્સાહન સ્વરૂપે ૧૦૧ રૂપિયા ઇનામ અપાશે.’

૧૯૯૦થી ૨૦૧૪ના નવેમ્બર માસ સુધીનાં ૨૫ વર્ષ દરમ્યાન ગુજરાતમાં ગ્રાહક કોર્ટોમાં કુલ ૧,૯૧,૪૯૮ ગ્રાહકોએ ફરિયાદો દાખલ કરવા દાદ માગી હતી. ગ્રાહક કોર્ટોએ ૧,૭૯,૪૬૨ ફરિયાદોનું જજમેન્ટ આપેલું છે અને ૧૨,૦૩૬ ફરિયાદોના ઉકેલની ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં ૨૫ વર્ષો દરમ્યાન ગ્રાહક કોર્ટોમાં ૩૬,૦૧૮ ફરિયાદો દાખલ થઈ છે. ૩૪,૬૦૮ ફરિયાદોનું જજમેન્ટ આવેલું છે અને ૧૪૧૦ ફરિયાદોના ઉકેલની ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2014 03:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK