મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં દર વર્ષે જંત્રીમાં થશે ફેરફાર

ગાંધીનગર | Jun 14, 2019, 13:27 IST

જંત્રી મામલે ગુજરાત મહારાષ્ટ્રનું મોડેલ અપનાવવામાં જઈ રહ્યું છે. દર વર્ષે જંત્રીમાં ફેરફાર કરવામાં આવશે.

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં દર વર્ષે જંત્રીમાં થશે ફેરફાર
ગુજરાતમાં દર વર્ષે જંત્રીમાં થશે ફેરફાર

ગુજરાત સરકાર જંત્રીમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ વખતે ગુજરાત સરકાર મહારાષ્ટ્ર મોડેલ અપનાવશે. જેમાં જંત્રીમાં દર વર્ષે ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં લગભગ દસ વર્ષે એકવાર જંત્રીમાં ફેરફાર કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ઈ-સ્ટેમ્પ ડ્યૂટી રેડી રેકનર છએ. જેનાથી કોઈ પણ મિલકતની ખરી માર્કેટ વેલ્યૂ જાણી શકાય છે.

વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ 2016માં સૂચન કર્યું હતું કે જંત્રીના રેટ્સ દર વર્ષે બદલવા જોઈએ. મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને જાહેર હિસાબ સમિતિએ એક સમિતિની રચના કરવાનું પણ કહ્યું હતું જ્યાં ખૂબ જ ઉંચા કે નીચા જંત્રીના ભાવ સામે અપીલ કરી શકાય. આ મામલે જે પ્રકિયા છે તે જૂલાઈના અંત પહેલા પૂર્ણ થઈ જાય તેવી આશા છે.

અધિકારીએ જણાવ્યા પ્રમાણે, "અમારો પ્રયાસ જંત્રી અને બજાર ભાવ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે અને પ્રક્રિયાને વધુ રિઆલિસ્ટિક બનાવવાનો છે." ગુજરાતમાં 2007માં જંત્રીમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 1999 બાદ આ પહેલો વધારો હતો. જે બાદ 2011માં વધારો થયો હતો.

મહેસુલ અધિકારીના જણાવ્યા પ્રમાણે, "હાલ જંત્રી અને ખરા બજાર ભાવમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 ટકા અને શહેરી વિસ્તારમાં 80 ટકાનો ફેર હોય છે."

આ પણ વાંચોઃ અમદાવાદઃ શહેરના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

મહેસુલ મંત્રી કૌશિક પટેલના પ્રમાણે તેમનો વિભાગ જંત્રીમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જલ્દી જ શરૂ કરશે."પરંતુ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા જ્યાં જંત્રીના ભાવ અને બજાર ભાવમાં મોટો ફેરફાર છે તેને દૂર કરવાની છે. અને આ માટે જિલ્લા કક્ષાએ સૂચનો આપી રહ્યા છે. અને સરકાર તમામ શક્યતાઓ જોશે.".કેગના અહેવાલમાં પણ સામે આવ્યું હતું કે જંત્રી અને બજારના ભાવમાં જે અંતર છે તેના કારણે સરકારને પણ ઘણી ખોટ જઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK