ગુજરાત માટે રાહતઃ ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

Published: Oct 28, 2019, 07:46 IST | અમદાવાદ

ક્યાર વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાના કારણે અમદાવાદ, સોમનાથ, દીવમાં વરસાદી છાંટા પડ્યા હતા. આગામી અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ટળ્યો ક્યારનો ખતરો
ટળ્યો ક્યારનો ખતરો

દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ક્યાર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા પાસેથી પસાર થઈ પશ્ચિમી અરબી સમદ્રથી ઓમાન તરફ જશે. જેથી ગુજરાત પરથી આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હવે આ વાવાઝોડું ઓમાનમાં ટકરાશે.
ક્યાર વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાના કારણે અમદાવાદ, સોમનાથ, દીવમાં વરસાદી છાંટા પડ્યા હતા. આગામી અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હળવો કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ ક્યાર વાવાઝોડાની અસરના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કરંટના કારણે દરિયાકિનારે ૩૦ ફૂટથી વધુ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાતાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. બીજી તરફ સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

દ્વારકા ફેરી બોટ બીજા દિવસે પણ બંધ
યાત્રાધામ બેટ-દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે પણ બંધ છે. દરિયામાં ભારે પવન અને મોજાંને કારણે ફેરી બોટ સર્વિસ બંધ રખાઈ છે. આજે દિવાળીના તહેવાર પર યાત્રાધામ બેટ-દ્વારકા જતા પ્રવાસીઓ ઓખા જેટી પરથી પરત ફર્યા હતા. ગુજરાત મેરીટાઈમ વોર્ડ દ્વારા યાત્રિકોની સલામતીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

દિવાળી પર માવઠાંથી ડાંગર, મગફળી, કપાસના પાકને નુકસાન

ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક સ્થાને કમોસમી વરસાદ સાથે માવઠું થતાં જેની સીધી અસર ચોમાસું સિઝનના તૈયાર થયેલા પાક પર થઈ હતી. એકટ્રોસીન નામની ફૂગના કારણે મગફળીના ૨૦ લાખ હેકટર ઉપરાંતના પાકને ઠળિયામાં નુકસાન પહોંચાડતું હોવાથી જમીનની અંદર તૈયાર થઈ રહેલી મગફળીના પાકના બિયાં પર સીધી અસર પડે છે, જેથી પાક પોચો પડતાં ગુણવત્તા જળવાતી નથી અને ઉતારો ઘટે છે. રાજ્યમાં ચોમાસાએ વિધિવત વિદાય લીધા બાદ પણ ચાલુ વર્ષે માવઠાંના પગલે તૈયાર થયેલા મગફળીના જમીનની અંદર રહેલા દાણામાં ભેજ વધી જવાના કારણે મગફળીના પાકના બિયાંમાં એક્લાટોકસીન નામની ફૂગ પડે છે. આ ઉપરાંત માવઠાંના પગલે જીવાતો અને ઇયળોનું પ્રમાણ વધી જાય છે જેના કારણે પાકનો દાણો ફોલી ખાતાં ડાંગર, બાજરી, મકાઇના પાકને પણ સીધી અસર થાય છે જેના પગલે ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પારાવાર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK