આ વર્ષે કેસરનો સ્વાદ પડશે મોંઘો, ચુકવવી પડશે આટલી કિંમત

Published: May 06, 2019, 13:31 IST | જૂનાગઢ

કેરીના રસિયાઓ માટે સારા સમાચાર છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. પરંતુ આ વખતે કેસરનો સ્વાદ તમને મોંઘો પડી શકે તેમ છે.

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. 15 હજાર બોક્સ કેરી યાર્ડમાં આવી છે. જો કે આ વર્ષે કેસર કેરીનો સ્વાદ માણવા માટે તમારે વધારે કિંમત ચુકવવી પડી શકે તેમ છે.

વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આખરે આકરા ઉનાળા વચ્ચે બજારમાં આગમન થયું છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પ્રતિ બોક્સ કિંમત 400 થી 700 રૂપિયા બોલાઈ રહી છે. જે તમારા સુધી પહોંચતા વધુ મોંઘી બની થકે છે.

આ પણ વાંચોઃ VIDEO:ગુજરાતની પ્રખ્યાત "ગીર કેસર" કેરીનું આગમન, 10 કિલોનો આટલો છે ભાવ

સામાન્ય રીતે કેરીના ભાવ 700 રૂપિયાથી શરૂ થતી હોય છે પરંતુ ગયા વખતે એક હજાર રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો. અને આ વર્ષે પણ કેરીનો ભાવ વધુ ચુકવવો પડે તેવી શક્યતા છે. આ વર્ષે સરકારે આંબાનો ઉછેર કરતા અને કેરીના વેપારીઓ માટે ડોમની વ્યવસ્થા પણ કરી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK