Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાદડિયા બન્યા IFFCOના ગુજ. વિભાગના ડાયરેક્ટર, સંઘાણી વાઈસ ચેરમેન

રાદડિયા બન્યા IFFCOના ગુજ. વિભાગના ડાયરેક્ટર, સંઘાણી વાઈસ ચેરમેન

10 May, 2019 05:25 PM IST | નવી દિલ્હી

રાદડિયા બન્યા IFFCOના ગુજ. વિભાગના ડાયરેક્ટર, સંઘાણી વાઈસ ચેરમેન

જયેશ રાદડિયા બન્યા ઈફ્કોના ગુજરાત વિભાગના ચેરમેન

જયેશ રાદડિયા બન્યા ઈફ્કોના ગુજરાત વિભાગના ચેરમેન


ગુજરાત સરકારમાં મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાની ઈફ્કોના ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હીમાં આવેલી અને એશિયાની રાસાયણિક ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.ઓપ. લી(ઈફ્કો)માં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ઈફ્કો ગુજરાતના વાઈસ ચેરમેન તરીકે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ ખાતરના વજનમાં છેતરપિંડીથી આક્રોશિત ખેડૂતોએ કરી સહકારી મંડળીમાં રેડ



ઈફ્કો સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા છે. જેના 21 ડાયરેક્ટર્સની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાંથી 16 ઉમેદવારો બિનહરીફ ચુંટાયા છે. બાકીના 5 માટે શનિવારે દિલ્હીમાં ચૂંટણી થશે. ગુજરાતમાંથી 138 ઉમેદવારો છે. જેમાંથી દિલીપ સંઘાણી બિનહરીફ ચુંટાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 05:25 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK