Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ

અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ

13 August, 2019 08:53 AM IST | અમદાવાદ

અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ

અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ

અમદાવાદને મળી 10 નવી નક્કોર ઈ-બસ


હવે તમને અમદાવાદના રસ્તાઓ પર નવી નક્કોર ઈ-બસ દોડતી જોવા મળશે. કેન્દ્ર સરકારના ફાસ્ટ અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઑફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વેહિકલ્સ સ્કીમ નીચે ગુજરાતના ચાર શહેરોને આવી 550 બસો ફાળવવામાં આવી છે. જ્યારે દેશભરના 64 શહેરોને 5, 595 બસો મળશે. જેમાંથી 10 બસો હાલ અમદાવાદમાં આવી ગઈ છે. AMCના કમિશ્નરે ટ્વીટ કરી આ માહિતી આપી.




ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવા માટે 10 હજાર કરોડની આ યોજના લૉન્ચ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના 6 શહેરો માટે 725 બસો ફાળવવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશને 600, તમિલનાડુને 525 બસો મળી છે. જ્યારે અમદાવાદ, દિલ્હી, બેંગાલુરૂ અને હૈદરાબાદને 300 ઈલેક્ટ્રિક બસો સબસિડી પર મળી છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ ઈ સબસિડી વાહનની બેટરી પર મળે છે. અને તે બસની કિંમતના 40 ટકા જેટલી હશે. સરકારના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે શહેરોએ નિશ્ચિત સમયમાં આ બસ ખરીદવાની રહેશે.


આ પણ જુઓઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

આ ઈલેક્ટ્રિક બસો સ્ટાન્ડર્ડ, મીડી અને મિનિ સાઈઝમાં હશે. તેઓ કોન્ટ્રાક્ટની અવધિ દરમિયાન 4 બિલીયન કિમી દોડશે. અને 1.2 બિલીયન લિટર ઈંધણ બચાવશે. સાથે 2,6 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન પણ ઓછું થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રનું લક્ષ્ય 7,090 ઈલેક્ટ્રિક બસો ખરીદવાનું છે. જેની કિંમત 3, 545 કરોડ રૂપિયા થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 08:53 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK