ગુજરાત: HSRP નંબર પ્લેટ અને PUCની મુદ્દત તારીખ લંબાવાઈ

Published: Sep 13, 2019, 08:05 IST | અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ એક્ટ 2019નો અમલ 16મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત PUC અને જૂના વાહનોમાં પણ HSRP ફરજિયાત કરા હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ એક્ટ 2019નો અમલ 16મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત PUC અને જૂના વાહનોમાં પણ HSRP ફરજિયાત કરા હતી. છેવટે રાજ્યમાં વાહનચાલકોને સમયસર PUC અને HSRP આપી શકે તેવી માળખાકીય સુવિધા ન હોવાથી સરકારને પીયુસી 1 ઓક્ટોબર 2019થી અમલમાં મૂકાશે અને જૂના વાહનમાં નવી એચએસઆરપી લગાડવાની તારીખ 16 ઓક્ટોબર એટલે કે 17 ઓક્ટોબરથી જુના વાહનમાં નવી HSRP ફરજીયાત હોવી જોઇએ.

આ પણ વાંચો : ગુજરાત વરસાદ: છલકાયો નર્મદા ડૅંમ, જળસપાટી પહોંચી 137 મીટર

સમય મર્યાદા વધારી

રાજ્ય સરકારે હેલ્મેટ, લાઈસન્સ, આર.સી. બુક અને પીયુસી અને વિમાના અસલ કે પછી ડિજીટલ રૂપમાં 16 સપ્ટેમ્બરથી સાથે રાખવાનું ફરજીયાત નક્કી કર્યું છે. આવા સંજોગોમાં વાહનચાલકો PUC અને જુના વાહનોમાં HSRP ફરજીયાત 16 સપ્ટેમ્બર સુધીમાં લગાડી શકે તેમ ન હોવાથી સરકારે નાછૂટકે સમય મર્યાદા વધારી છે. જેના વાહનમાં 30મી સપ્ટેમ્બર સુધી PUC ન હોય તો ચાલશે અને જુના વાહનમાં HSRP 16 ઓક્ટોબર સુધી નહીં હોય તો ચાલશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK