Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જાણો ગુજરાતનું નવું મંત્રીમંડળ

જાણો ગુજરાતનું નવું મંત્રીમંડળ

09 August, 2016 03:19 AM IST |

જાણો ગુજરાતનું નવું મંત્રીમંડળ

જાણો ગુજરાતનું નવું મંત્રીમંડળ





ગુજરાતમાં નવા રચાયેલા પ્રધાનમંડળના મુખ્ય પ્રધાન સહિતના ૨૫ પ્રધાનોને ખાતાંની ફાળવણી ગઈ કાલે કરી દેવામાં આવી છે જેમાં ગૃહવિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાની પાસે રાખ્યો છે જ્યારે અગાઉના પ્રધાનમંડળમાં આરોગ્ય વિભાગ જેમની પાસે હતો તે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ખાતું બદલીને નાણાવિભાગની ફાળવણી કરવામાં આવી છે.

જુઓ કયા પ્રધાનને કયું ખાતું સોંપવામાં આવ્યું છે...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ખાણ અને ખનીજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને ટેક્નૉલૉજી, તમામ નીતિઓ, ક્લાઇમેટ ચેન્જ, આયોજન અને કોઈ પ્રધાનને ન ફાળવેલી હોય એવી તમામ બાબતો.

કૅબિનેટ કક્ષાના પ્રધાનો

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ : નાણાં, શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : મહેસૂલ, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો

ગણપત વસાવા : આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન

ચીમન સાપરિયા : કૃષિ, ઊર્જા

બાબુ બોખીરિયા : પાણીપુરવઠો, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ

આત્મારામ પરમાર : સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ સહિત), મહિલા અને બાળકલ્યાણ

દિલીપકુમાર ઠાકોર : શ્રમ અને રોજગાર, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ

જયેશકુમાર રાદડિયા : અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી

રાજ્યકક્ષાના પ્રધાનો

શંકર ચૌધરી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ (તમામ સ્વતંત્ર હવાલો) અને શહેરીવિકાસ

પ્રદીપસિંહ જાડેજા : પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકૉલ (તમામ સ્વતંત્ર હવાલો) અને ગૃહ, ઊર્જા

જયંતી કવાડિયા : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ (તમામ સ્વતંત્ર હવાલો)

નાનુભાઈ વાનાણી : જળસંપત્તિ (સ્વતંત્ર હવાલો), પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

પુરુષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ

જશા બારડ : પાણીપુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ

બચુ ખાબડ : પશુપાલન, ગૌસંવર્ધન

જયદ્રથસિંહ પરમાર : માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ

ઈશ્વરસિંહ પટેલ : સહકાર (સ્વતંત્ર હવાલો)

વલ્લભ કાકડિયા : વાહનવ્યવહાર (સ્વતંત્ર હવાલો)

રાજેન્દ્ર ત્રિવેદી : રમત–ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ

કેશાજી ચૌહાણ : સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ

રોહિત પટેલ : ઉદ્યોગ, ખાણ ખનીજ, નાણાં

વલ્લભ વઘાસિયા : કૃષિ, શહેરી ગૃહનિર્માણ

ડૉ. નિર્મલા વાધવાણી : મહિલા અને બાળકલ્યાણ

શબ્દશરણ તડવી : વન અને આદિજાતિ વિકાસ


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2016 03:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK